Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જૂનાગઢના પર્વતારોહણ કેન્દ્રમાં પર્વતારોહણને લગતા વિવિધ કાર્યક્રમોઃ યુવાઓને જીવન ઘડતર માટે ઉમદા તક

જૂનાગઢ તા. ૧૪ : રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર સંચાલીત પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર ગિરનાર જૂનાગઢ મુકામે  આગામી એપ્રિલ ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૯ના સમયગાળામાં રાજયના નાના બાળકો તથા યુવાનો માટેના જીવન ઘડતર માટે જરૂરી એવા પર્વતારોહણને લગતા વિવિધ તાલીમ શિબીરોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

રાજય સરકાર દ્વારા આયોજીત આ શિબિરોમાં સમગ્ર ગુજરાતમાંથી નાના બાળકો તથા યુવક યુવતીઓ દિવાળી વેકેશન દરમ્યાન ભાગ લઇ શકે તે માટે દરેક રાજયનાં જિલ્લાઓમાં પ્રસિધ્ધ થતા અખબારોમાં સમયાંતરે યાદી દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે એડવેન્ચર તાલીમ કોર્ષ કે જેમાં ૮ વર્ષથી ૧૩ વર્ષની વયજુથમાં આવતા બાળકો ભાગ લઇ શકે તે માટે વર્ષ દરમ્યાન ૭ દિવસીય ૨૪ કેમ્પ યોજાશે.  જયારે ૧૦ દિવસીય બેજીક કોર્ષ ઈન રોક કલાઈમ્બીંગમાં ૧૪ થી ૪૫ વર્ષની વયજુથમાં આવતા યુવાઓ માટે વર્ષ દરમ્યાન ૧૯ કેમ્પ યોજાશે જેમાં ૫ થી ૧૪ જુન અને ૩ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર દરમ્યાન ગર્લ્સ કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે. આવી જ રીતે  ૧૫ દિવસીય બેજીક કોર્ષ ઈન રોક કલાઈમ્બીંગમાં ૧૪ થી ૪૫ વર્ષની વયજુથમાં આવતા યુવાઓ માટે વર્ષ દરમ્યાન ૧૧ કેમ્પ યોજાશે જેમાં ૯ થી ૨૩-મે અને ૧- જાન્યુ થી ૧૫ જાન્યુઆરી-૧૯ દરમ્યાન ગર્લ્સ કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે.

કોચીંગ કોર્ષ ઈન રોક કલાઈમ્બીંગ ૧૮ થી ૪૫ વર્ષ માટે બે કેમ્પ ૧ મે થી ૩૦ મે અને ૧ ડિસે થી ૩૦ ડિસેમ્બર-૧૮ દરમ્યાન યોજાશે. આર્ટીફીશીયલ કોર્ષ ઈન રોક કલાઈમ્બીંગ ૧૮ થી ૪૫ વર્ષની વયજુથ માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯ થી ૨૫ ફેબ્રુઆરી-૧૯ દરમ્યાન સરકારશ્રી દ્વારા સ્પોન્સર યોજાશે, ૧૦ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર-૧૮ દરમ્યાન ૧૫ દિવસીય ટ્રેકીંગ ઈન હીમાલયા રેન્જ કેમ્પ સરકારશ્રી સ્પોન્સર યોજાશે. જયારે ૨૮ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી-૧૯ દરમ્યાન ૧૦ દિવસીય ટ્રેકીંગ ઈન હીલ્સ ઓફ ગુજરાત કેમ્પ સરકારશ્રી સ્પોન્સર યોજાશે.

આ અગે વધુ જાણકારી માટે સ્વામી વિવેકાનંદ ઈન્સટીટ્યુટ ઓફ માઉન્ટેયનરીંગ- માઉન્ટ આબુના ફોન નંબર ૦૨૯૭૪ ૨૩૭૧૦૩ તેમજ જૂનાગઢના પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ફોન નંબર ૦૨૮૫- ૨૬૨૭૨૨૮ ઊપર સંપર્ક સાધી વિગતો મેળવી શકાશે. તેમ ઈન્સ્ટ્રકચર ઈનચાર્જ ઉપેન્દ્રસીંહજી રાઠોડની યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)