Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અમરેલીના સેવાભાઅવી નિવૃત્ત કર્મચારી સૈનિક ફંડમાં રોકડ રકમ અર્પણ

અમરેલી તા. ૧૫: અમરેલીના નિવૃત કર્મચારી તેને મળતા પેન્શનની રકમમાંથી પાંચ ટકા રકમ કાયમી ધોરણે અનામત રાખે વધારે નાણા માટે ઓફીસ પાસે દુકાનો પાસે કોઇના મોટર સાઇકલને ફોરવ્હીલને ગંદા જુવે એટલે પોતે વિના સંકોચે સાફ કરી આપે, વાહન માલીકને ખુશ કરી આપે, વાહન માલીકને ખુશ કરી દે તે જે આપે તે રકમ પોતાના સેવા ફંડમાં રાખી દે ઘણી દખત કાર માલીક આ વૃધ્ધ દાદાને આવુ કરતા રોકી પૈસા આપી દે, તો દાદા ના કહે કે નહી મારે તો નિષ્ઠાપૂર્વક મજુરી કરીને જ મજુરી લઇશ અન્યથા નહી આ મારો શ્રમ યશ છે.

આવા શ્રમથી એકઠી થયેલ રકમ આ વખતે ૨૫ જાન્યુઆરીના રોજ અમરેલીના નીવાસી અધિકશ કલેકટર સાહેબને સશસ્ત્ર સેના ધ્વજ દીન ૨૦૧૬-૧૭ના ઉપલક્ષમા સૈનિક ફંડમાં રૂ. ૫૦૦૧ (અંકે રૂપિયા પાંચ હજાર એક પુરા) જેવી માતબર રકમ જમા કરાવી સેવા યજ્ઞનો ઓડકાર લીધો. આવી વ્યકિત કદાચ લાખો મા એક હોય તો તેવા મુકસેવા માટે સમગ્ર દેશ ગુજરાત, અને અમરેલીને ગૌરવ છે. ગુપ્ત દાન સેવા કરનાર આ મહાનુભાવે પ્રસિધ્ધિથી દુર રહેવા પોતાનું નામ ન આપવા આગ્રહ રાખયો છતા અન્યને પ્રેરણા મળે અને વિરલ વ્યકિતત્વને ઉજાગર કરવા ઋણ સ્વીકાર અર્થે સર્વો વ્રત ધારી એટલે દુર્લભજી ગીરજાશંકર મહેતા એટલે ફોટોગ્રાફર પેઇન્ટર ડી. જી. મહેતા પોતાના સેવા કાર્યમાં સદેવ પ્રેરણા બળ પુરૂ પાડવાનો યશ પોતાના ધર્મપત્નિને છે તેમ મહેન્દ્ભાઇ સી. જોષી નિવૃત કે. નિ. અમરેલીની યાદીમાં જણાવ્યું છે.

(11:32 am IST)