Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ધોરાજીમાં સાંસ્કૃતિક ધરોહર રૂપ ત્રણ દરવાજાની જર્જરિત હાલત ઉપર પાલિકાની નજર પડશે ?

ધોરાજી : અહીંયા ગોંડલના મહારાજા ભગવતસિંહજીના વખતમાં નિર્માણ પામેલા સાંસ્કૃતિક ધરોહર સમાન ત્રણ દરવાજાની હાલત જજરીત જોવા મળે છે. નગરપાલીકા દ્વારા સંચાલન થતું હોવા છતાંય સફાઇ કે જાળવણી થતી ન હોય જેને કારણે પથ્થરો જર્જરીત બન્યા છે.  તો વળી કોઇપણ લોકો જાહેરાતના બેનરો પણ અવાર-નવાર લગાડતા હોવાનું જાગૃત નાગરિકોમાં સંભળાઇ રહ્યું છે. વર્ષો જુના પુરાણીક ત્રણ દરવાજાનું નેસ્તનાબુદ થાય તે પહેલા સત્વરે પ્લાસ્ટીક કોટેડ કરી ગુજરાત સરકાર રક્ષીત સ્મારકમાં જાહેરાત કરે તો જ રાજાશાહી વખતની મિલ્કત ટકી શકશે.. (તસ્વીર : અહેવાલ : કિશોર રાઠોડ, ધોરાજી)

(11:31 am IST)