Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ટંકારા તાલુકાના દિવ્યાંગ બાળકોએ ડ્રીમલેન્ડ ફનવર્લ્ડમાં આનંદ માણ્યો

ટંકારાઃ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ દિવ્યાંગ બાળકોના આનંદમાં સહભાગી થવા બીઆરસી ભવન ટંકારા દ્વારા મોરબી-રાજકોટ હાઈવે ઉપરના ડ્રીમલેન્ડ ફનવર્લ્ડમાં જુદી જુદી રાઈડસ, જાદુઈ શો અને રાજસ્થાની નૃત્યનો આનંદ મેળવી શકે તેવુ આયોજન કરાયુ હતું. તમામ દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અને નાસ્તો ડ્રીમલેન્ડ ફનવર્લ્ડના આયોજકો તરફથી અપાયો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવે, રાજ્ય પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, જિલ્લા આઈ.ઈ.ડી.કો.-ઓર્ડિ. શ્રી પુરોહિત, ટીચર ટ્રેનર્સ શ્રી ભોરણિયા હાજર રહ્યા હતા. આયોજન બીઆરસીકો-ઓર્ડિ કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી. મિત્રો, આઈ.ઈ.ડી. બી.આર.પી. પન્નાબેન તેમજ બી.આર.પી. મિત્રો દ્વારા કરાયુ હતું (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(11:30 am IST)