Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જસદણ નગરપાલીકાની પ્રથમ સામાન્ય સભામાં વિકાસલક્ષી મુદાના ઠરાવ મંજૂર

જસદણ નગરપાલીકાની સામાન્ય સભા મળી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર હુસામુદીન કપાસી)

જસદણ તા. ૧પ :.. જસદણ નગરપાલીકાની સામાન્ય સભા ગઇકાલે પ્રમુખ દીપભાઇ ગીડાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. જેમાં સર્વાનુમતે અંદાજ પત્ર યોજાય હતી. જેમાં સર્વાનુમતે અંદાજપત્ર (બજેટ) મંજૂર તેમજ કેટલાંક નવા ઠરાવો મંજૂર થયા અને કેટલાંક મુદાઓનો વિરોધ પણ થયો હતો.

ગત નગરપાલીકાની ચૂંટણીમાં શહેરના સાત વોર્ડમાં ભાજપના ર૩ અને કોંગ્રેસના પ સભ્યો ચૂંટાતા શાસનકર્તા હાલ ભાજપ છે. ગઇકાલે તેમની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકામાં બોલાવવાને બદલે પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં બોલાવાતાં આ મુદ્ે રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બનેલ હતો.સામાન્ય સભામાં કુલ મળી બે એજન્ડા લેવામાં આવેલ હતાં. પ્રથમ એજન્ડામાં ગત સામાન્યસભામાં થયેલા ઠરાવોને બહાલી બીજા મુદામાં અંદાજ પત્ર (બજેટ) નો લેવામાં આવેલ જેમાં બીજો મુદો બજેટને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવેલ. જયારે પ્રથમ મુદો ગત સામાન્ય સભામાં થયેલા એકપણ કામોને આજે એકપણ સભ્યએ બહાલી આપી ન હોતી. અને મીટીંગમાં રાડારાડ થઇ હતી.  કે ગત શાસન ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલું છે. આમ ગત સભાના કામોને ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.

મીટીંગમાં બંનેના પક્ષનાં સભ્યોએ ગોકીરો કર્યો હતો કે ૩પ હજારનું નવુ કોમ્પ્યુટર આવે છે. અને રીપેરીંગના ૪પ હજાર ટ્રેકટરની લારી રૂ. ૧ લાખ વીસ હજારની આવે છે. અને રીપેરીંગના રૂપિયા એક લાખના બીલોનો વિરોધ કર્યો હતો.

આથી ઠરાવોને બહાલી ન મળતાં આ કોર્ટ મેટર બને તેવી શકયતા છે.

વોર્ડ નંબર ર ના નગરસેવીકા જલ્પાબેન દુર્ગેશભાઇ કુબાવતએ સુચન કર્યુ કે દરેક નાગરીકોને આવકના દાખલા સોગંદનામા કર્યા વગર આપવા. તેમના આ સુચનને દરેક સભ્યોએ વધાવી સર્વાનુમતે ઠરાવ કર્યો કે દરેક નાગરીકોને આવકના દાખલામાં સોગંદનામુ  કરવુ નહી પડે દોઢ કલાક સુધી સામાન્ય સભા ચાલી હતી.

(11:28 am IST)