Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જોડીયા ગ્રામ પંચાયતના મહિલા સભ્યનું અંગત કારણસર રાજીનામું

જોડીયામાં સરકારશ્રીની આવાસ યોજના સર્વેની કામગીરી પૂર્ણ

જોડિયા તા.૧પઃ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧૧ના મહિલા સભ્ય જેબૂનબેન આમદ રાધાએ અંગત કારણસર પોતાનું સભ્યપદથી ૧૪-ર-૧૮ના રોજ રાજીનામુ આપતા તેઓનું રાજીનામું તલાટી મંત્રી બી. કે. જાડેજા અને મહિલા સરપંચ નયનાબેન એ. વર્માએ મંજુર કરીને તા.વિ. અધિકારી અને મામલતદારશ્રીને પત્ર દ્વારા જાણ કરેલ છે.

જોડિયામાં આવાસ યોજના સર્વેની કામગિરી પૂર્ણ

જોડિયાઃ સ્થાનિક વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના માટે લાભાર્થીઓનું તાજેતરમાં સર્વેની કામગીરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી બી. કે. જાડેજા દ્વારા કરવામાં આવીહતી. જેમાં આશરે ગરીબ તબકકાના ચોવીસ જેટલા પાત્રતા ધરાવતા લાભાર્થી મળી આવેલ છે.

નામોની યાદી તા. પંચાયત અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવી છે અને ગ્રામ પંચાયતે ભલામણ સ્વરૂપ લાભાર્થીઓ મકાન બનાવી શકે તે માટે સરકારશ્રી દ્વારા ગ્રાંટ ફાળવે તેવી રજુઆત કરાઇ છે.

(11:28 am IST)