Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઉનાઃ રિક્ષાની ડીઝલ ટાંકીના ચોરખાનામાં છૂપાવેલ બીયરના ૧પ ટીન ઝડપાયા

ઉના તા. ૧પ :.. સીમર ગામ પાસે જીલ્લાની એલસીબી બ્રાન્ચના  પોલીસે રીક્ષાની ટાંકીમાં ચોરખાનુ બનાવી લઇ જવાતી ૧પ ટીન બીયર છકડો રીક્ષા મળી રૂ. રર હજારના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

ઉના તાલુકાનાં સમીર - સૈયદ રાજીપરા જતા રોડ ઉપર ગીર સોમનાથ જીલ્લાની એલસીબી પોલીસનાં કર્મચારી પ્રવિણભાઇ બાલુભાઇ મોરી તથા સ્ટાફે એક છકડો રીક્ષા નંબર જીજે-યુવી-૩પ૯૦ નાં ચાલક મહેબુબ ઇબ્રાહીમભાઇ શેખ ઉ.૪પ રે. નીચલા રહીમનગરવાળો રીક્ષા લઇને જતો હતો ત્યારે રોકાવી તપાસ કરાવતાં રીક્ષાનાં આગળનાં ભાગે ડીઝલની ટાંકીની બાજુમાં ચોરખાનું બનાવેલ તે ખોલાવતા તેમાં રાખેલ પરપ્રાંતની ઇંગ્લીશ બીયર હેર્વડ પ૦૦૦ બીયર ટીન ૧પ નંગ મળી આવતાં કબજે કરી આરોપી પાસે મોબાઇલ ફોન રીક્ષા મળી કુલ રૂ. રર હજારનાં મુદામાલ સાથે પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને  લાવી. ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દારૂબંધીમાં કડક બનતાં બુટલેગરો નવા નવા ક્રિમીયા માં દારૂ છૂપાવી લઇ આવતા હોય પર્દાફાશ કર્યો હતો.

(11:27 am IST)