Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બારડ પરિવારનાં દુઃખમાં લોકો સહભાગી

પ્રભાસ પાટણઃ સ્વ.જશુભાઇ બારડ અને તાલાલા વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડનાં નાનાભાઇ રામભાઇ બારડનાં એકનાં એક પુત્ર રાહુલભાઇ બારડ ર૧ વર્ષની નાની વયે કાર અકસ્માતમાં તાજેતરમાં મૃત્યુ પામેલ હતા. તેમનું બેસણું વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે તા.૧રમીએ રાખવામાં આવેલ અને રાહુલભાઇની તસ્વીરને પૂષ્પાંજલી તેમજ તેમના પરીવાર ઉપર આવી પડેલા દુઃખમાં સહભાગી બની અને દિલાસો આપવા દૂર-દૂરથી અને આજુ-બાજુનાં વિસ્તારમાંથી  સગા-સંબંધી આપ્તજનો તેમજ રાજકીય અગ્રણીઓ સરકારી અધિકારીઓ કર્મચારીગણ સહિત અનેક લોકો સવારથી બાદલપરા આવી અને સ્વ.રાહુલભાઇની પ્રતિમાને પૂષ્પો અર્પણ કરેલ તેમજ તેમના પરીવારને દુઃખ સહન કરવાની ઇશ્વર શકિત અર્પે તેવી પ્રાર્થનાં કરવામાં આવેલ હતી. (તસ્વીર દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:24 am IST)