Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગરમાં કાલથી સાયકલ પોલો કપ મેચ

ઇન્ડિયન એરફોર્સ, આર્મી સહિત વિવિધ રાજયોની ટીમ જોડાશે

ભાવનગર, તા. ૧પ : ભાવનગર ખાતે તા. ૧૬ થી ૧૮ સુધી સાયકલ પોલો કપ મેચ રમાશે જેમાં ઇન્ડિયન એરફોર્સ  આર્મી સહિત વિવિધ રાજયોની ટીમ મેચમાં જોડાશે.

ભાવનગરમાં હોર્સ પોલો કપ મેચની સફળતા બાદ હવે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગર ખાતે સાઇકલ પોલો ચેમ્પીયનશીપ મેચ રમાશે. આ સાયકલ પોલો મેચ તા. ૧૬ થી ૧૮ સુધી રમાશે. ગુજરાતની ટીમ ઉપરાંત ઇન્ડિય આર્મી, મહારાષ્ટ્ર, પં.બંગાળ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, કેરાળા વિગેરે રાજયોની ટીમ ભાગ લેશે. આ અંગે માહિતી આપતા એકેસીલના સી.એમ.ડી. ચિરાગ પારેખે જણાવ્યું હતું કે ફાઇનલમાં વિજેતા ટીમને એકેસીલ ચેમ્પીયન ટ્રોફી અર્પણ કરાશે. સાઇકલ પોલો ૧૯૬૭થી રમાય છે. હાલમાં ૩ર સભ્યોમાં સાયકલ પોલો રમત છે. ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગર ખાતે સાયકલ પોલો એમ્પીયનશીપ મેચ રમાશે.

(11:23 am IST)