Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગોંડલના દેવચડીમાં રવિવારથી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વ્યાસાસને રાજકોટના શાસ્ત્રી કૃષ્ણકાંતભાઇ ત્રિવેદી : શનિવારે નરેશભાઇ પટેલ અને પરેશભાઇ ગજેરાનું સન્માન

ગોંડલ, તા. ૧પ : દેવચડીમાં શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ તા. ૧૮થી ર૪ સુધી યોજાશે. ધોણીયા પરિવારના કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ખોડીયાર માતાજીની કૃપાથી સમસ્ત ધોણીયા પરિવાર દ્વારા દેવચડી મુકામે શાસ્ત્રી કૃષ્ણકાંતભાઇ ત્રિવેદી રાજકોટ વાળા દ્વારા બિરાજી સંગીત સભર શૈલી દ્વારા ભગવતીના ચરિત્રોનું સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તેમજ સાંજે ૩ થી ૬ કલાક સુધી રસપાન કરાવશે.

ભુવા કિશોરભાઇ લીંબાઇ ધોણીયા તેમજ ભુવા શામજીભાઇ જીવરાજભાઇ ધોણીયાની યાદીમાં જણાવ્યું છે કે કથા દરમ્યાન ભુવનેશ્વરી પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્યા, શ્રી જગદંબા પ્રાગટ્ય તથા નવદુર્ગા પ્રાગટ્ય તેમજ શિવ-પાર્વતી વિવાહ, તુલસી ચરિત્ર, દેવી ભાગવત દર્શન સહિતના કાર્યક્રમો ઉજવાશે.

રાત્રે ૮:૩૦ કલાકે અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ તા. ર૪ ને શનિવારે રાત્રે ૮ કલાકે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ તથા પરેશભાઇ ગજેરાનો સન્માન સમારોહ યોજાશે. તા. રપ ને રવિવારે નવચંડી યજ્ઞ યોજાશે તેમાં મુખ્ય યજમાન તરીકેનરેશભાઇ ધોણીયા રહેશે તેમ ધોણીયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના મઢ દેવચડીની યાદીમાં જણાવેલ છે.

(11:22 am IST)