Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગરમાં તીનપતી જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

ભાવનગર, તા. ૧પ : આડોડીયાવાસમાં રહેતા મુન્ના યસુફભાઇ રાઠોડના ઘેર દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમી રહેલા મુન્ના રાઠોડ, સોહિલ સલીમભાઇ તરકવાડીયા, યોગેશ હરજીભાઇ ડાભી, ઇરફાન યુનુસ શેખ, મહમદ ઉર્ફે કાસમ ઉમર ચૌહાણ, અબુબ ઉર્ફે શેખ અને સોયલ જાહિદ નામના ૭ શખ્સોને રોકડ રૂ. ૩ર૦૦૦ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૩૮૭૦૦ની મતા સાથે ઝડપી લીધા હતા.

(11:21 am IST)