Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અલંગમાં જહાજમાં ગેસ ગળતર : ર પરપ્રાંતીય મજુરોના મોતથી અરેરાટી

ભાવનગર, તા. ૧પ :  ભાવનગર નજીકનાં અલંગ જહાજવાડામાં જહાજમાં ગેસ ગળતરથી બે મજુરનાં મોત નિપજયા હતા.

અલંગ શીપ બ્રેકીંગયાર્ડમાં પ્લોટ નં. ૩રમાં ભગાવા આવેલા જહાજમાં કટીંગ પૂર્વે ફયુચલ ટેંક ચકાસણી માટે બે પરપ્રાંતીય મજુર રામનયન રામાઘર અને બલરામ રામકેશવ ધુરિયા (રહે. બન્ને ઉત્તરપ્રદેશ) ટેંકમાં ઉતર્યા હતા.

ટેંકમાં ઉતરેલા આ બન્ને મજુર લાંબા સમય થવા છતાં બહાર નહિ આવતાં પ્લોટ પર કામ કરી રહેલા મકાદમાઓ અન્ય મજુરોને અકસ્માતની ભીતીને પગલે પોલીસમાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ અને અલંગ પોલીસ ઘટના સ્થળે દોડી બ્રિગેડનો સ્ટારફ અને અલંગ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડનાં સ્ટાફે તપાસ કરતાં ટેંકમાં બન્ને મજુરોનાં ગેસ ગળતરથી મોત નિપજયા હતા. બન્નેને બહાર કાઢી પી.એમ. માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવેલ. આ અંગે અલંગ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ.સ સી.જી. જોષી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દાઝી જતાં યુવતીનું મોત

ભાવનગર જિલ્લાનાં તળાજામાં ગોરખી દરવાજા પાસે રહેતા વણીક ભાવીનભાઇ રમણભાઇ શાહના પત્ની ઇલાબેન (ઉ.વ.૩પ) તેના ઘેર પ્રાયમસ ઉપર રસોઇ બનાવતા હતા ત્યારે પ્રાયમસમાં ભડકો થતા ગંભીર રીતે દાઝી જતા અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમયન તેનું મોત નિપજયું હતું.

(11:21 am IST)