Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જેશરમાં બોર્ડની પરિક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો

ભાવનગરના ગારીયાધારમાં ધો. ૧૦ની પરીક્ષામાં ૨ કોપી કેસ

ભાવનગર, તા. ૧૫ :. ભાવનગર જીલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો છે. જ્યારે બે કોપી કેસના બનાવો બન્યા છે.

ધો. ૧૦ - ૧૨ બોર્ડની પરીક્ષા ભાવનગરમાં ચાલી રહી છે. દરમિયાન ગેરરીતિના બનાવો બનવા પામ્યા છે. ગારીયાધારમાં આર.એન. શાહ હાઈસ્કૂલમાં ધો. ૧૦ની પરીક્ષામાં બે કોપી કેસ નોંધાયા છે. જ્યારે જેશરમાં બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે ધો. ૧૦માં ઝાલા વિક્રમસિંહ નામના પરીક્ષાર્થીને બદલે પરીક્ષા આપી રહેલા મકવાણા વિપુલને ઝડપી લઈ ડમી કેસ નોંધવામાં આવેલ.

ધો. ૧૦ની પરીક્ષામાં કુલ ૪૬૩૧૩ પરીક્ષાર્થીઓ પૈકી આજે ૪૫૪૨૨ હાજર રહ્યા હતા જ્યારે ૮૯૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૫૫૨૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(11:20 am IST)