Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગરમાં ચોરીના ૧૧ ભેદ ઉકેલાયાઃ નામચીન તસ્કર સહિત ૩ ઝડપાયા

ભાવનગર, તા.૧૫ : ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફે જે સુચના આપેલ તે સુચના મુજબ એલ.સી.બી.ની ટીમ રાત્રીનાં ના પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન શિહોર, ગરીબશાપીરની દરગાહ સામે આવતાં પો.કો. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, સોનગઢ તરફથી જુના જેવી ત્રણ બોલેરો પીકઅપ શિહોર બાજુ આવે છે અને એક પીકઅપમાં હોન્ડા મો.સા. ભરેલ છે. જે તમામ વાહનો શંકાસ્પદ જણાય છે. જેથી આ બાતમી આધારે વોચમાં રહેતાં તસ્કરો ઝડપાઈ ગયા હતા.

પોલીસે જીતુભાઇ ઉર્ફે ભતીયો, ભીમાભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) ધંધો-મજુરી રહે. મફતનગર,બેલા રોડ, ગારીયાધાર જી.ભાવનગર વાળા પાસેથી બોલેરો પીકઅપ રજી.નંબર-GJ-૦૫-BU ૫૯૦૯ ચેસીઝ નં. E૧H૬૦૪૧૭ તથા એન્જીન નં.GHE૧H૪૭૪૦૫ વાળી બોલેરો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી, મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ પઠાણ (ઉ.વ.૩૨) ધંધો-મજુરી રહે. ભૈરવપરા,પેલેસ રોડ,I.C.I.C.I બેંક ની સામે,પાલીતાણા જી.ભાવનગરવાળા પાસેથી બોલેરો પીકઅપમાં રજી.નંબર-GJ-૧૪-W ૫૭૪૪ એન્જીન નં.GHF૧D૨૮૧૦૪ તથા ચેસીઝ નંબર જોવામાં આવેલ નહિ.જે બોલેરો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી, રાજુભાઇ વાસુરભાઇ વાદ્યોશી (ઉ.વ.૨૫) ધંધો-ડ્રાયવીંગ રહે.સાંજણાસર તા.પાલીતાણા જી.ભાવનગરવાળા પાસેની બોલેરો પીકઅપમાં પાછળનાં ભાગે નીચે મુજબનાં ત્રણ મો.સા. ભરેલ રજી.નંબર વગરની બોલેરો કાર મળી આવેલ.જે બોલેરો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી, કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર વગરનું એન્જીન નં.NA૧૦E JC૯F૨૨૦૫૭ તથા ચેસીઝ નં.MBLHA૧૦AMC ૯૧૧૮૬૭૫ વાળું કિ.રૂ.૩૦,૦૦૦/-  ગણી, કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર વગરનું એન્જીન નં.NA૧૦E WGHE ૦૮૧૪૬ તથા ચેસીઝ નં. MBLHA૧૦BWGHE૭૧૬૦૨ વાળું કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી, લાલ કલરનું હિરો સ્પ્લેન્ડર પ્રો મો.સા. પાછળનાં ભાગે રજી. નંબર-GJ-૧૪-S ૯૭૪૬વાળુ કિ.રૂ.૩૦,૦૦૦/- ગણીઆ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં ઉપરોકત બોલેરો પીકઅપ સુરત શહેર, ઉપલેટા, વડોદરા ગ્રામ્ય વિસ્તાર માંથી તથા મો.સા.-૦૩ પાલીતાણા, તળેટી રોડ ઉપરથી, અમદાવાદ, મહેસાણા ચોકડી ઉપરથી તથા બાબરા નજીક કોટડા ગામે સમુહલગ્ન માંથી ચોરી કરેલ હોવાની તેમજ આઠેક મહિના પહેલાં શિહોર તાલુકા નાં ઘાંઘળી ગામ પાસે આવેલ નવાગામ (પાલડી) ગામેથી પાંચ ભેંસ તથા એક પાડીની ચોરી કરેલ તેમજ સણોસરા ગામ રાજકોટ હાઇ-વે પર મંદિરની નજીક આવેલ વાડીમાં ધાડ કરી કપાસ લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે ઉપરોકત તમામ બોલેરો-૩ તથા મો.સા.-૩ શકપડતી મિલ્કત ગણી કબ્જે કરેલ છે.આ અંગે વધુ તપાસ દરમ્યાન તેઓએ ચોરી કરેલ બોલેરો પૈકીની એક બોલેરો અમરેલી જિલ્લાની વંડા પોલીસે દારૂ સાથે પકડી પાડતાં કબ્જે કરેલ છે. તેમજ બીજી બોલેરો આરોપી જીતુ ઉર્ફે ભતીયાનાં દ્યર પાસે બાવળની કાંટમાંથી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ છે.તેમજ એક મારૂતિ વાન કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી રૂપાવટી રોડ ઉપરથી કબ્જે કરવામાં આવેલ છે.જે તમામ આરોપીઓ તથા મુદ્દામાલ શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે.

આ આરોપીઓ પૈકી મહેબુબભાઇ પઠાણ ચોરી કરેલ બોલેરોમાં નંબર પ્લેટ તથા એન્જીન નંબર તથા ચેસીઝ નંબરમાં ફેરફાર કરી આપતો હોવાનું જણાય આવેલ છે. તેમજ આરોપી જીતુ ઉર્ફે ભતીયો વાદ્યેલાને ગારીયાધાર પો.સ્ટે. બદકામ કરવાનાં ઇરાદે છોકરીને ભગાડી જવાનાં ગુન્હામાં પકડવાનો બાકી છે.આ આરોપી ઓ બોલેરો કારમાં મો.સા.ની જુની ચાવીઓ લગાડી ચોરી કરેલ હોવાની તેમજ ચોરી કરેલ બોલેરો તથા મો.સા. ભાવનગર અથવા અમદાવાદ તરફ વેચાણ કરવા જતાં પકડાય ગયેલ હોવાની કબુલાત કરેલ.

આમ, ભાવનગર જિલ્લાનાં સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં કરેલ ધાડ,શિહોર પો.સ્ટે. વિસ્તારમાં કરેલ ભેંસ-પાડી ચોરી,સુરત શહેરનાં વરાછા પો.સ્ટે., પુણા પો.સ્ટે. વિસ્તાર તથા વડોદરા ગ્રામ્ય,વરણામા પો.સ્ટે. વિસ્તાર તથા રાજકોટ ગ્રામ્ય,ઉપલેટા પો.સ્ટે. વિસ્તાર માં કરેલ બોલેરો તથા મારૂતિ વાન ચોરી તથા અમરેલી જિલ્લાનાં બાબરા પો.સ્ટે., ભાવનગર,પાલીતાણા ટાઉન પો.સ્ટે. તથા અમદાવાદ, મહેસાણા ચોકડી વિસ્તારમાં મો.સા. ચોરી મળી કુલ-૧૦ વણશોધાયેલ ગુન્હાઓ શોધી રૂ.૧૪,૪૦,૦૦૦/-નાં ચોરીનાં મુદ્દામાલ સાથે નામીચા ચોર સહિત કુલ-૩ઇસમને ઝડપી પાડવામાં ભાવનગર, એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.ં

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા,હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા ,અજયસિંહ વાદ્યેલા તથા ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા,હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:20 am IST)