Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગરના વરતેજ પાસે ટ્રકમાંથી ૧૩.૫૦ લાખનો ઇગ્લીશ દારુ ઝડપાયો

ભાવનગર તા. ૧૫: વરતેજ પાસેથી ટોરસ ટ્રકમાંથી વિદેશી દારૂની ૩૭૫ પેટી કુલ ૧૯.૫૦ લાખનો મુદામાલ ઝડપી લીધો છે. વરતેજ પોલીસે સ્ટેશનના પી.એસ. આઇ. જે. પી. ગઢવી તથા સ્ટાફે પૂર્વ બાતમીને આધારે વરતેજમાં વ્હોરાના કબ્રસ્તાન પાસેની ખુલ્લી જગ્યામાં ટોરસ ટ્રકમાંથી વિદેશી દારૂની ૩૭૫ પેટી (૪૫૦૦ બોટલ) કિંમતી રૂ.૧૩,૫૦૦૦૦ તથા ટ્રક સહિત કુલ રૂ. ૧૮.૫૦ લાખનલ મુદામાલ ઝડપી લીધો હતો. જયારે પોલીસને જોઇ આરોપીઓ ટ્રક છોડી નાસી  છેટયા હતા.  પોલીસે છ કલાકની ગણતરી બાદ દારૂનો જથ્થો કેટલો છે. તેની માહિતી આપી હતી.

 આ અંગે વરતેજ પોલસીે ગુન્હો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.(૩.૧)

(10:28 am IST)