Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

જસદણના હિતેષ કોળીનું ઝાડા-ઉલ્ટીથી મોત

રાજકોટ તા. ૧૫: જસદણના કોળી યુવાનનું ઝાડા ઉલ્ટીથી મોત નિપજ્યું છે.

જસદણમાં રહેતાં હિતેષ વજુભાઇ શાપરા (ઉ.૨૦) નામના કોળી યુવાનને ૧૩મીએ ઝાડા-ઉલ્ટી થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર હિતેષ બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો અને પિતા સાથે છૂટક મજૂરી કરતો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. રાજકોટ પોલીસે પ્રાથમિક કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.

(10:27 am IST)