Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

આર્મી રીફરમેન્ટ કચેરી જામનગર દ્વારા મીલીટરી ભરતી મેળાનું આયોજન

૨૫ એપ્રિલથી ૫ મે સુધી સૌરાષ્ટ્ર યુનિ ગ્રાઉન્ડ - રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના યુવાઓ માટે લશ્કરી ભરતીમાં ભાગ લઇ શકશે- રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

જૂનાગઢ તા. ૧૪ : આર્મી રિક્રુટીંગ કચેરી જામનગર દ્વારા રાજકોટ ખાતે સૈારાષ્ટ્ર યુનિ. ગ્રાઉન્ડમાં લશ્કરી ભરતી મેળાનુંઙ્ગ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૫.૦૨.ર૦૧૮ થી તા. ૧૦.૦૪.ર૦૧૮ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ભરતી મેળો સૈારાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તા.૨૫-૪-૨૦૧૮ થી તા.૫-૫-ર૦૧૮ દરમિયાન યોજાશે.

જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, અને દીવ વિસ્તારના યુવાનો માટે મિલટરી સોલ્જ  જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ એવીયેશન એમ્યુનીશન એઝામીનેશન, સોલ્જર કલાર્ક, સોલ્જર નર્સીંગ આસીસ્ટરન્ટ, નર્સીંગ આસીસ્ટન્ટ વેટરનીટી, સીપાઇ(ફાર્મા) સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેક, (હૌસકીપીંગ અને મેસકીપીંગ સિવાય)વગેરે કેટેગરીમાં ભરતી કરવામાં આવશે.

આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તેમણે ઈન્ડિયન આર્મીની વેબ સાઈટ www.joinindianarmy.inc.in માં લાયકાત શારિરીક માપદંડ મુજબ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવુ જરુરી છે. જે ઉમેદવારને એડમીટકાર્ડમા ભાગ માટે જે તારીખ આપેલી છે તેઓ તે જ તારીખે ભરતીમાં ભાગ લઇ શકશે. આ ભરતીમા રસ ધરાવનાર સૈારાષ્ટ્ર-કચ્છ અને દીવ વિસ્તારમા વસતા યુવકોએ તેમને એડમીટ કાર્ડમા મળેલ તારીખના સવારે ૪-૩૦ કલાકે સૈારાષ્ટ્ર યુનિ. ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવાનુ થશે.

અત્રે પુનઃ ઉલ્લેખનીય છે કે ભરતી રેલીમાં જોડાવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ બાબતમાં વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેમણે જે તે જિલ્લાની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.(૨૧.૩)

(9:50 am IST)