Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અંબાજી યોજાયેલ ૮મી વાડોકાય કરાટે ચેમ્પિનશીપમાં જૂનાગઢ મેળવ્યા ૨૫ ચંદ્રકો

 જુનાગઢ : અંબાજી ખાતે યોજાયેલ ૮ મી ઓલ ઈન્ડીયા વાડો કાય  કરાંટે ટુ એશોસીયેશન દ્વારા ચેમ્પીયનશીપનું આયોજન ગુજરાત ચીફન વેસ્ટઝોન ડાયરેકટર સનસેય પ્રવિણભાઇ આર. ચૈાહાણ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમા ૨૫૦ થી વધારે કરાંટેના રમતવિરોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢના ત્રિવેદી શશાંક, મહેર હાલા, રાઠોડ મિત્તલ અને પરમાર રિધ્ધીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જયારે ૫  રમતવીરોએ રજત ચંદ્રક અને ૧૬ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા ગ્રુપકાંતામાં પ્રથમ સ્થાન અને ગ્રુપ ટુમીતેમાં ત્રીજો નંબર જૂનાગઢ જિલ્લાનો રહ્યો હતો. વિજેતા રમતવીરોને નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં જૂન-૨૦૧૮ દરમ્યાન અરૂણાચલ પ્રદેશ ખાતે રમવા જશે.  કરાટે ચેમ્પીયનશીપ સ્પર્ધામાં અંબાજી ખાતે મેડલ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને અને તેમની ટીમને જૂનાગઢના મેયર આદ્યાશકિતબેન મજમુદાર અને અગ્રણીઓએ શુભકામના પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:49 am IST)