Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગિરનારની ડોલીના ફેરાના પ્રશ્ને યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

જૂનાગઢ તા. ૧૫ : ગિરનારની ડોલીના ફેરાના પ્રશ્ને જૂનાગઢના યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જૂનાગઢમાં ભરડાવાવ પાસે રહેતા હરસુખ મહેશભાઇ મકવાણા નામના યુવાન સાથે ગિરનાર પર્વતના ૬૦૦ પગથિયા ખાતે વિમકો ઉર્ફે કાળીયો નાથાભાઇ કોળી અને વિપુલ નાથાભાઇએ ગિરનાર ડોલીના ફેરા આડેથી કેમ લઇ લે છે તેમ કહીને બોલાચાલી કરી હતી.

બાદમાં બંને ભાઇઓએ હરસુખને લાકડીથી આડેધડ મારમારીને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:58 pm IST)