Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સાવરકુંડલામાં પુર્વ સાંસદ નવીનભાઇ રવાણીના નિવાસસ્થાને કોંગ્રેસના નગરસેવકોની મિટીંગ યોજાઇ

સાવરકુંડલા તા.૧પ : સાવરકુંડલા ખાતે કોંગ્રેસી પાલિકાનાં ચુંટાયેલા સદસ્યની એક મિટીંગ પુર્વે સાંસદ નવિનભાઇ રવાણીના નિવાસસ્થાને મળી હતી.

આ કોંગ્રેસી ચુંટાયેલા નગરસેવકોની મીટીંગમાં પુર્વ સાંસદ નવિનભાઇ રવાણીએ કહેલ કે આવતા દિવસોમાં આવનારી નગરપાલિકાની ચુંટણીમાં ફરી કોગ્રેસની સતા પુરી બહુમતથી આવે તેના ભાગરૂપે શહેરમાં વિકાસ કાર્યો જે શરૂ છે કે તે કામો તાતકાલીક પુર્ણ કરો અને નવાકામો શરૂ કરો તેમજ વોર્ડમાં અને વોર્ડના લતા ગલીઓમાં પીવાના પાણી ગટર સાફ સફાઇ વિગેરે જે પ્રકારની રહીશોને જરૂર હોય તે યુધ્ધના ધોરણે હલ કરવા  તેમજ કોંગ્રેસ પક્ષને મજબુત બનાવો આ ભાજપના શાસનથી જનતા અનેક બાબતે નારાજ થઇ છે.  એટલે કોંગ્રેસ માટે ખુબ જ સારી સ્થ્તિી છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણીએ જણાવેલ હતુ કે આવતા દિવસોમાં વોર્ડ દીઠ મીટીંગો રાખી જનતા અને જનતાના લતા ગલીઓમાં અને કોંગ્રેસ કાર્યકરોને શેની અને શુ જરૂર છે તે પ્રશ્નો સાંભળી તાત્કાલીક હલ કરો તેમજ આવતા દિવસોમાં કંગ્રેસ પક્ષ ખુબ જ સંગઠીત બનાવો આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ કીરીટભાઇ દવેએ જણાવેલ હતું કે જો કોઇ પણ સભ્યને નગરપાલિકાની ચુંટણી લડવી હશે તો તેઓએ પોતાના વોર્ડમાં અને કોંગ્રેસ પક્ષમાં સક્રીય પણે કામ કરવુ પડશે. આપણે કોંગ્રેસ પક્ષ થકી ઉજળા છીએ તે પછી કોંગ્રેસ પક્ષને આપણે મજબુત બનાવવા કામે લાગી જવુ પડશે. આ પ્રસંગે નગરપતિ વિપુલભાઇ ઉનાવાએ નગરસેવકોમાં નાસીર ચૌહાણ હિતેષ સરૈયા અશોક ખુમાણ, હસુભાઇ બગડા, ઇકબાલ ગોરી, શશીભાઇ અઢીયા, ભાવેશભાઇ બગડા, અતુલભાઇ કાપડીયા, ફિરોઝ મામા, ભુપત ચુડાસમા, બિજલભાઇ બતાડા, ચંદ્રેશભાઇ ીકોળી, રાજેશભાઇ ચૌહાણ, ભરતભાઇ પથ્થર, નાગરીક બેંકના ચેરમેન અશ્વીનભાઇ ઉપાધ્યાય  ડીરેકટર પ્રકાશભાઇ વડેરા, પુર્વ નગરસેવક તાજુદીનભાઇ કુરેશી વિગેરે સભ્ય અને કોંગી આગેવાનો હાજર રહેલ હતા.

(12:54 pm IST)