Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં પાર્ક કરેલી કારના કાચ ફોડીને ચોરી

 ભાવનગર, તા.૧૭:તળાજા તાલુકાના ચૂડી ગામના રહીશ હાલુભાઈ મુળૂભાઈ વાદ્યોશી ના જણાવ્યા પ્રમાણે તેઓ દર્દી ને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ગયેલ.ત્યાં તેઓને થયેલ.તસ્કર રાજ ના અનુભવ ને લઈ.જણાવ્યું હતુંકેઙ્ગ ગત રાત્રે અહીં પોતાની ફોર વહીલ પાર્ક કરેલ. તેના કાચ તોડી ટેપ, ચારેય સિટ કવર મળી પંદરેક હજાર ની મતાની ચોરી થઈ હતી.જેને લઈ આજ તેઓ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા.જયાં પોલીસે એફ.આઈ.આરઙ્ગ નોંધીને તપાસ ચલાવવાના બદલ અરજીથી કામ ચલાવ્યૂ હતી.

હાલુભાઈ એ ત્રણેક દિવસ દરમિયાન થયેલા તસ્કર રાજના અનુભવ બાબતે વધુમાં દાવો કર્યો હતોકે અહીં વોર્ડની બહાર બુટ ચપ્પલ કઢાવવામાં આવે છે.તે પણ ચોરાઈ જવાની ફરિયાદ કરી હતી.સિકયુરિટી ગાર્ડ પણ એ બાબતે ઉંચા હાથ કરી દેછે.

બે દિવસ પહેલા એક ઈસમ મોબાઈલ ચોરી ને ભાગતો પકડ્યો હતો.એને સિકયુરિટીને સોંપવામાં આવેલ.તો તેમણે પોલિસ ને સોંપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહીન બદલે ફડાકા મારી જતો કરી દીધેલ.

કાળુંભા રોડ તરફ થી ખાસ રાત્રીના સમયે ઉઠાવગીર આવતા હોવાનંુ અને અહીં સીસીટીવી કેમેરાઓ ન હોવાનું જણાવ્યું હતું.

(11:41 am IST)