Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મોરબીમાં યુવાનોની ટીમે ફંડ એકત્ર કરીને પુલવામાં શહિદોના પરિવારજનોને પહોંચાડયું

મોરબી,તા.૧૫: જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં દેશના વીર જવાનો શહીદ થયા હોય જેને સાચી શ્રદ્ઘાંજલિ અર્પવા માટે મોરબીના યુવાન અજયભાઈ લોરિયા તથા ટીમેશહીદો માટે ફંડ એકત્ર કરીને શહીદ પરિવારોને ઘરે પહોંચીને હાથોહાથ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે અને પુલવામાં હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબીના યુવાને અત્યાર સુધીમાં શહીદ પરિવારોને ૫૮ લાખની સહાય અર્પણ કરી છે.

મોરબીના યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા શહીદ પરિવારો માટે લાખોનું ફંડ એકત્ર કર્યું હતું અને શહીદ પરિવારોને રૂબરૂ મળીને હાથોહાથ રકમ અર્પણ કરી હતી જેમાં  પુલવામાં હુમલાની પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષમાં યુવાન અને તેની ટીમે ૧.૧૦ લાખ કિલોમીટર પ્રવાસ ખેડીને ૫૮ લાખની આર્થિક મદદ શહીદ પરિવારો સુધી પહોંચાડી છે.

તે ઉપરાંત હજુ ૧૭ લાખની સહાય અર્પણ કરવાની બાકી છે ત્યારે મોરબીનો યુવાન હજુ પોતાનો પ્રવાસ કરી રહ્યો છે અને સાઉથના રાજયો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ તેમજ યુપીના શહીદો પરિવારને દ્યરે દ્યરે જઈને સહાય આપશે અને ૧૭ લાખની સહાય અર્પણ કરાશે પુલવામાં હુમલાએ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી અને સૌ કોઈ શહીદ પરિવારોને સાંત્વના પાઠવતા હતા ત્યારે મોરબીના યુવાને દિલસોજી પાઠવવાને બદલે સાચા અર્થમાં શહીદ પરિવારને મદદરૂપ બનીને માતૃભુમી ની રક્ષા કાજે લડતા વીર જવાનોને સાચા અર્થમાં શ્રદ્ઘાંજલિ અર્પણ કરી

(11:41 am IST)