Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગોંડલ-માંડવી ચોકમાં હુશેનભાઇ અને પત્ની ફરીદાબેને ફિનાઇલ પી લીધુ

ગોંડલ : શહેરના ટ્રાફીકથી ધમધમતા માંડવી ચોકમાં બપોરના બારના સુમારે ભગવતપરામાં રહેતા મુસ્લિમ દંપતિએ ફિનાઇલ જેવું ઝેરી પીણું જાહેરમાં ગટગટવી લેતા સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે સીટી પોલીસ કોન્સ. રાજુભાઇ રોચીયાએ જણાવ્યું કે દવા પી લેનાર દંપતિ ભગવતપરામાં રહેતા હુશેનભાઇ કટારીયા (ઉ.વ.પ૦) તથા તેના પત્નિી ફરીદાબેન હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પતિ-પત્ની બંને હાલ બેશુદ્ધ હાલતમાં હોય કારણ જાણવા મળેલ નથી. કૌટુંબિક ઝગડાને કારણે દંપતીએ પગલુ ભર્યાનું જાણવા મળ્યું છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:40 am IST)