Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગોંડલના શ્રીનાથગઢમાં સંતશ્રી શ્રીનાથજી દાદાની જગ્યામાં મંગળવારથી ધર્મોત્સવ

ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા તથા તિથી મહોત્સવ : આચાર્યપદે માલસર ગજાનન આશ્રમના પૂ. ગુરૂજી વિજયભાઇ ટી. જોષી

રાજકોટ તા. ૧૫ : ગોંડલ તાલુકાના શ્રીનાથગઢમાં આવેલા સંતશ્રી શ્રીનાથજી દાદાની જગ્યા ખાતે તા. ૧૮ થી ૨૦ સુધી ભવ્યતાથી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા તથા તિથી મહોત્સવ ૨૧ કુંડી યજ્ઞ સાથે ઉજવણી પૂજારી શ્રી નરેન્દ્રજતી જીવરાજજતી ગોસાઇ, સુરેશજતી જીવરાજજતી ગોસાઇ તથા શ્રીનાથગઢ ગામ સમસ્ત દ્વારા કરવામાં આવશે.

જે અંતર્ગત તા. ૧૮ને મંગળવારે શ્રી ગણેશ પૂજન, મંડપ પ્રવેશ, જલયાત્રા, અગ્નિ સ્થાપન, ધાન્યાધિવાસ, સ્વયં આરતી, પૂજન તા. ૧૯ને બુધવારે સ્થાપીત દેવોનું પૂજન, પ્રધાન હોમ, નગરયાત્રા, રૂદ્રયજ્ઞ, શય્યાધીવાસ, સાયં આરતી પૂજન તથા તા. ૨૦ને ગુરૂવારે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજન, ષોડસોપચાર પૂજન, નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, આરતી, પૂજન, લક્ષ્મી યજ્ઞ અને બપોરે ૩ વાગ્યે યજ્ઞનું બીડુ હોમાશે.

તા. ૨૦ને ગુરૂવારે બપોરે ૪ વાગ્યે પૂ. કનૈયાગીરી ગુરૂશ્રી મણીગીરી (મહંતશ્રી ધારેશ્વર - સમઢીયાળા) પૂ. સોમગીરી પ્રભાતગીરી (અધ્યક્ષ અખીલ ગુજરાત ગૌસ્વામી સેવા સમાજ - રાજકોટ), શ્રી હરેશ પ્રગટ બળવંતપ્રગટ ગોસાઇ (મહંતશ્રી રાંદલ માતાજી મંદિર - દડવા), મનસુખપરી સોમપરી ગોસાઇ (ઉપાધ્યક્ષ સનાતન ધર્મ પરિષદ - રાજકોટ જિલ્લા), પ્રતાપગીરીબાપુ (અધ્યક્ષ દશનાથ ગોંડલ), મુકેશગીરી (દશનામ અગ્રણી) સહિત સંતો - મહંતો ઉપસ્થિત રહીને આર્શિવચન પાઠવશે.

તા. ૨૦ને ગુરૂવારે બપોરે ૪.૩૦ વાગ્યે દાતાઓનું સન્માન, ૪.૫૦ વાગ્યે આભારવિધિ તથા સાંજે ૫ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહેમાનો માટે દરરોજ બપોરે તથા સાંજે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. યજ્ઞ દર્શનનો સમય ત્રણેય દિવસ દરમિયાન સવારે ૮ થી ૧૨.૩૦ અને બપોરે ૩ થી ૬ રાખેલ છે.

પ્રાણપ્રતિષ્ઠાના પ્રધાન આચાર્ય પૂ. ગુરૂજી વિજયભાઇ ટી. જોષી (ગજાનન આશ્રમ માણસરવાળા) રહેશે. સાથે વિધાન ભુદેવો દ્વારા વૈદિક અને શાસ્ત્રોકત વિધિ વિધાન પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિમાં રોઝડી ગામ દટાય ગયેલ ત્યારબાદ નવુ ગામ વસાવેલ જે ગામનું નામ સંતશ્રી શ્રીનાથજીદાદા ઉપરથી શ્રીનાથગઢ રાખેલ ૨૭૦ વર્ષ પહેલા શ્રીનાથજી દાદાએ ગામનું તોરણ બાંધેલ.

અત્યારે પાંચમાં ગાદિપતી મહંતશ્રી નરેન્દ્રજતી ગોસાઇ તમામ વહિવટ - વ્યવસ્થા કરે છે સેવા - પુજા કરે છે. પ્રાણપ્રતિષ્ઠા ગામ સમસ્ત તથા તમામ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સાથે જોડાઇને થાય છે.

ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા. ૧૭ને સોમવારે રાત્રીના રાસ-ગરબા તા. ૧૮ને મંગળવારે રાત્રીના હાલારી રાસ - દિલીપભાઇ ભાલાળા એન્ડ ગ્રુપ વેજાગામ રજુ કરશે. જ્યારે તા. ૧૯ને બુધવારે રાત્રીના ભગવતીબેન ગોસ્વામી, હર્ષ પીપળીયા, ધરમશીભાઇ ભુવા, રીધમ રમેશપરી ઉસ્તાદ, મહેશપરી ઉસ્તાદ, સંજયભાઇ મિસ્ત્રી સંતવાણી રજુ કરશે.

સફળ બનાવવા કલ્પેશભાઇ વી. ખાખરીયા, રમણીકભાઇ એસ. કાનપરીયા, જે.કે.સોલંકી, નિતેશભાઇ કે. વાછાણી, રમેશભાઇ આર. પટોળીયા, ભુપતભાઇ બી. કાનપરીયા, ભુપતભાઇ બી. કાનપરીયા, મનસુખભાઇ કે. પટોળીયા, ભાવેશભાઇ એમ.ખાખરીયા, મહેશભાઇ એચ. રાઠોડ, દિલીપભાઇ સી. ભાલાળા, ભાસ્કરભાઇ યુ. કાચા, જેઠાભાઇ એલ. રાદડીયા, હરકિશનભાઇ એમ. લશ્કરી, હરેશભાઇ એસ. જોધાણી, વિપુલભાઇ સી. વસોયા, જગદીશભાઇ જી. પટોળીયા, કેતનભાઇ જી. રાણપરીયા, રમેશભાઇ બી. કાચા, વિજયભાઇ અમ. રાણપરીયા, હરેશભાઇ એમ. ખુંટ, ધીરૂભાઇ પી. રાદડિયા, હરસુખભાઇ ડી. વઘાસિયા, સંજયભાઇ એન. કીડીયા, રાકેશભાઇ કે. પટોળીયા, મુકેશભાઇ સી. સોરઠીયા, દેવાભાઇ ભરવાડ, રવિભાઇ ડી. કોરાટ, ગોપાલભાઇ સી. સોરઠીયા, પ્રવિણભાઇ બી. પટોળીયા, નિલેશભાઇ એમ. રાઠોડ, લાલજીભાઇ કે. પાનસુરીયા, મહેશભાઇ સી. ભુવા, ભીમજીભાઇ કે. મુંધવા, હિતેષભાઇ બી. ભુવા, સંજયભાઇ બી. બોરડ, ગોવિંદભાઇ આર. સોલંકી, ગણપતભાઇ એલ.વાઘેલા, દિનેશભાઇ બી. ટાંક, ભરતભાઇ એસ. સોજીત્રા, જયદિપભાઇ બી. કયાડા, લાઇટ ડેકોરેશન - અશોકભાઇ પી. ખાખરીયા, સંદિપ એમ. સોરઠીયા, નિશીલ કે. પટોળીયા જહેમત ઉઠાવે છે.

ભગીરથ કાર્યના સહભાગી ગ્રુપ તથા સંસ્થાઓમાં શ્રી ગૌસેવા સમાજ મંડળ - શ્રીનાથગઢ, આઇશ્રી ખોડિયાર ગરબી મંડળ - શ્રીનાથગઢ, નવદુર્ગા ગરબી મંડળ - શ્રીનાથગઢ, કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ, સીતારામ ધુન મંડળ - શ્રીનાથગઢ, શ્રી ગૌ સેવા બેન્ડ પાર્ટી - શ્રીનાથગઢ, વેલનાથ ગ્રુપ - શ્રીનાથગઢ, શિવ ગ્રુપ - શ્રીનાથગઢ, ગજાનન આશ્રમ પરિવાર - માલસર, શ્યામ યુવા ગ્રુપ - શ્રીનાથગઢ, શ્રીનાથજીદાદા યુવા ગ્રુપ - સુરત, શ્રીનાથજી ગ્રુપ - શ્રીનાથગઢ, બજરંગ ગ્રુપ - શ્રીનાથગઢ, શ્રી બાલકૃષ્ણ રામા મંડળ - શ્રીનાથગઢ, મહાદેવ ગ્રુપ - શ્રીનાથગઢ, સ્વાધ્યાય પરિવાર - શ્રીનાથગઢ, શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ - શ્રીનાથગઢનો સહયોગ મળ્યો છે.

(11:39 am IST)