Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પ્રેમનો દિવસ ગરીબોની સેવામાં ગાળ્યોઃ ભાણવડ રોબિનહુડ આર્મીએ 'રોટી દિવસ' ઉજવ્યો

૧૪ ફેબ્રુઆરીએ જ્યારે દુનિયા આખી સંત વેલેન્ટાઈનને યાદ કરીને પ્રેમના દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાણવડની રોબિનહુડ આર્મી આ દિવસને ગરીબોની સેવામાં પસાર કરી પૂણ્યનું કાર્ય કરે છે. રોબિનહુડ આર્મી ગ્રુપના યુવાનોએ વેરાડ ગેઈટ બહાર ગર્લ્સ હાઈસ્કૂલ પાસે અને મેઈન બજારમાં બે કાઉન્ટર ઉભા કરી શહેરી પરિવારો પાસેથી સ્વેચ્છાએ તૈયાર ખાદ્ય સામગ્રી એકત્રિત કરી હતી. જેમાં આશરે ૨૦૦ જેટલા પરિવારોએ સ્વેચ્છાએ યથાશકિત ખાદ્યસામગ્રી આપી હતી. અંદાજે ૨૦૦૦ જેટલી રોટલી, ૪૦ કિલો જેટલા વિવિધ શાક, મિઠાઈ, ફળો, વેફર્સ, બિસ્કીટ સહિતની ખાદ્યસામગ્રી એકત્રિત કરવામાં આવી હતી જેને આ ગ્રુપના યુવાનોએ સ્વહસ્તે જ સ્લમ વિસ્તારોના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીરસી જમાડયા હતા. મોટાભાગના સભ્યો યુવાનવયના છે છતા આજના દિવસે પ્રેમગોષ્ઠી કે ગુલાબની આપ-લે કરવામાં દિવસ પસાર કરવાને બદલે આ રીતે ગરીબોની મદદ અને સેવામાં ગાળી પૂણ્યનું કામ કરી રહ્યા છે જે સમાજમાં સરસ સંદેશા ફેલાવી રહ્યા છે.(તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

(11:38 am IST)