Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આટકોટમાં સોની ટીવીની ૨૯ ચેનલોનું ગેરકાયદેસર પ્રસારણ કરનાર કેબલ સંચાલક સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૫ :. જસદણના આટકોટમાં સોની ટીવીની ૨૯ ચેનલોનું ગેરકાયદેસર પ્રસારણ કરનાર કેબલ સંચાલક સામે કંપનીએ ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોની પિકચર નેટવર્ક પ્રા.લી.ના મીડીયા સોફટ લીટર સોલ્યુશન્સ સર્વિસ પ્રા.લી.ના આસિ. મેનેજર દિપકકુમાર રાજપૂત રહે. લુધીયાણાએ આટકોટના સૂર્યદીપ વર્લ્ડ વિઝન કેબલ નેટવર્કના માલિક ગજેન્દ્ર ધાંધલ સામે આટકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ સૂર્યદીપ નેટવર્કના માલિક ગજેન્દ્ર ધાંધલ સોની પિકચર્સ નેટવર્ક પ્રા.લી. કંપનીની ૨૯ ચેનલોનું લાયસન્સ વગર કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક લાભ માટે કેબલ વિડીયો ડીટીએચ મારફતે પોતાના ડીકોડરમાં લઈ કોપી કરી ગેરકાયદેસર રીતે ચેનલોનું પ્રસારણ કરતા હોય પોલીસને સાથે રાખી આટકોટ બસ સ્ટેશન પાસે આવેલ કોમ્પલેક્ષમાં પહેલા માળે રેડ કરી ગેરકાયદેસર પ્રસારણનું કારસ્તાન ઝડપી લીધુ હતું.

આટકોટ પોલીસે આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે સૂર્યદીપ વર્લ્ડ વિઝન કેબલ નેટવર્કના માલિક ગજેન્દ્ર ધાંધલ સામે કોપીરાઈટ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)