Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

માણાવદરમાં સ્ટ્રીટલાઇટમાં લંગર નાખીને વિજચોરી કરનારા પકડાઇ જશેઃ પાલીકા દ્વારા નવતર પ્રયોગ

માણાવદર, તા., ૧૫: માણાવદરમાં હમણાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારોમાં છાશવારે અંધારપટ્ટ છવાયો છે ત્યારે આ અંગે પાલીકાના સુત્રોએ માહીતી આપી હતી કે નવી એલઇડી લાઇટ કોન્ટ્રાકટરોએ પાલીકાની વીજ લાઇનમાંથી ચોરી થતી અટકાવવા એક પેનલ ફીટ કરી છે જે વીજ નિયમ? એટલે કે જેટલી લાઇટો છે તેટલો પાવરથી વધારે પાવર ઉપાડે તો વીજલાઇટો બંધ થઇ જશે. એટલે જે જે વિસ્તારોમાં વીજલાઇનોમાં લંગર નાખ્યા હશે તે વીજ લાઇનો વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો છે માટે વીજ ચોરી કરનારા સાવધાન થશો હવે જે વિસ્તારમાં વીજ ચોરી થઇ છે તે કયા થઇ છે.

તે પણ પકડાઇ જશે તેની તપાસ પણ પાલીકા શરૂ કરનાર છે જે સારી કામગીરી હાથ ધરાઇ છે.

(11:33 am IST)