Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગોદાવરી ગામ પાસે જીનમાં આગ

લાખો રૂપિયાના કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો ફાયરબ્રિગેડની ટીમે કલાકો બાદ આગ બુઝાવીઃ આગનું કારણ અકળ

વઢવાણ,તા.૧૫:મુળી હાઈવે પર ગોદાવરી ગામ પાસે આવેલ જીનમાં બપોરના સમયે અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી જે અંગેની જાણ જીન માલીક સહિત સ્ટાફને થતાં તાત્કાલીક ફાયર બ્રીગેડમાં ફોન કરતાં ગેરેજ સુપ્રીટેન્ડેન્ટ આર.કે.ઝાલાની સુચનાથી પાલીકાના ફાયર ફાયટર ટીમના રાજભા, દીગુભા, ગોપાલભાઈ, ઘનશ્યામભાઈ,  બીજલભાઈ, ગીરીરાજસિંહ સહિતનો સ્ટાફ દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગને બુઝાવવાની કામગીરી હાથધરી હતી. જયારે બીજા ફાયર ફાયટરની જરૂરીયાત હોય પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયાને ફોન કરતાં તાત્કાલીક દ્યટના સ્થળે પહોંચી બે ફાયર ફાયટર સહિત સ્થાનિક ટીમની મદદથી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.ઙ્ગ

સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બનવા પામ્યો નહોતો પરંતુ આગમાં લાખોની કિંમતનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.

જયારે શા કારણોસર આગ લાગી તે દિશામાં વધુ તપાસ હાથધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુળી હાઈવે પર અનેક જીન આવેલ છે જયાં મોટાપ્રમાણમાં કપાસનો જથ્થો સંગ્રહ કરી તેની નિકાસ કરવામાં આવે છે ત્યારે ફરી જીનમાં આગનો બનાવ બનતાં અનેક ચર્ચાઓ પણ વહેતી થવાં લાગી હતી.

આગને ઓલવવા માટે બે ફાઈર ફાઈટરની ટીમની મદદ જેમાં ઘંસ્યામ ભાઈ,શકિતસિંહ,દીગુભા,રાજભા,અને ગોપાલભાઈ સહિતની ટીમ દ્વારાઙ્ગ આ આગને કાબુમાં લેવામાં આવી હતી આ આગ ની જાણ મૂળી પોલીસ મથકે થતા ઘટના સ્થળે મૂળી પોલીસ દોડી આવી હતી આ આગ જીન કંપાઉન્ડ રહેલા ટેકટરની નોજલ ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પૂરબ જીનમાં એક સાઈડ પડલો લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

(11:32 am IST)