Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

કોડીનાર વાડી વિસ્તારમાં શોર્ટ લાગતા મુસ્લિમ યુવાનનું મૃત્યુ

કોડીનાર તા.૧૫: રોણાજ રોડ ઉપર આવેલ નટુભાઇ નોંધણભાઇ મોરીનું બગીચો આવેલ છે, જેનો ઇજારો હાજી રફીકભાઇ જુણેજા એ રાખેલ હોય તેમની સાથે મજુરી કામ કરતા રોણાજ ગામના મહેબૂબભાઇ સીદીભાઇ કુરેશી ઉ.વ.આશરે ૪૭ વાડીમાં પાણી વાળવા જતા વાડીમાંથી તદ્દન નીચેથી પસાર થતી ઇલેવન લાઇનમાં અકસ્માતે અડી જતા શોર્ટ લાગતા મહેબુબભાઇ કુરેશીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. મેહબુબભાઇનું મૃત્યુ નિપજતા તેમનું મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ.માં ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, કોડીનાર નગરપાલિકાના પ્રમુખ રફીકભાઇ જુણેજા, કોડીનાર શહેર ભાજપ પ્રમુખ નાનુભાઇ સાગર સહિતના અગ્રણીઓ સરકારી દવાખાને દોડી આવ્યા હતા. અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જ્યારે પોલીસેે આ અંગે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.(૭.૬)

 

(11:49 am IST)