Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ગોંડલમં અલ્પેશ ગોસાઇ પર છરી-ધોકાથી હૂમલોઃ પત્ની અને પુત્રને પણ માર માર્યો

ગીરધર બોરડા તથા હિતેશ બોરડા સામે પોલીસમાં ફરીયાદઃ નણાકીય લેતી દેતી કરણભુત

રાજકોટ ત. ૧પ :.. ગોંડલમાં જૂના ડખ્ખામાં બાવાજી યુવન પર બે શખ્સોએ છરી-ધોકાથી હૂમલો કર્યો હતો તેમજ બાવાજી યુવાનની પત્ની અને પુત્રીને પણ માર માર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં જેતપુર રોડ દાસી જીવણ પાર્ટી પ્લોટ સામે વૃંદાવનનગરમાં રહેતા અલ્પેશ ગુણવંતરય ગોસાઇ (ઉ.૪ર) પર ત્યાં જ રહેતા ગીરધર કાનજીભાઇ બોરડા તથા હિતેશ ગીરધરભાઇ બોરડાએ લાકડાના ધોકા તથા છરીથી હૂમલો કરતા અલ્પેશને ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. આ ઝઘડામાં વચ્ચે પડેલ અલ્પેશના પત્ની તથા પુત્રીને ઉકત બન્ને શખ્સોએ માર માર્યો હતો. ફરીયાદીએ આરોપી હિતેશને રૂપિયા આપેલ હતા અને તેણે રૂપિયા ઓછા પરત આપતા બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ હોય તેનો ખાર રાખી ફરીયાદી પર હૂમલો કરાયો હતો.

આ અંગે અલ્પેશ ગોસાઇની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ઉકત બન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો.એમ. આર. ચાવડા ચલાવી રહ્યા છે. (પ-ર૪)

(11:49 am IST)