Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધોરાજીના ભાદર-૨ ડેમના ડુબી જવાથી દેવીપૂજક કાકા-ભત્રીજાના મોતથી અરેરાટીઃ એકના એક પુત્રના મોતથી પિતાનો આક્રંદઃ હવે હુ કોના આશરે જીવુ?

ધોરાજીઃ ધોરાજીના જુનાગઢ રોડ રેલ્વે ફાટક પાસે રહેતા દેવીપૂજક પરિવારના બે યુવાન પુત્રો અજય કેશુભાઇ ચૌહાણ ઉ.વ.૧૯ તેમજ શૈલેશ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૧૮ બન્ને કાકા ભત્રીજા તેમજ ૩ અન્ય યુવાનો મીત્રો શાથે ભાદર-૨ ડેમ ના પાછળના ભાગ કોજવેમાં પાટીયા નં.૩માં ન્હાવા પડેલ અને ઉંડા પાણીમાં ગરકાવ થતા અરેરાટી વ્યાપી ગઇ છે અને એક યુવાન બચી ગયો હતો અને અન્ય બે યુવાનો દુર હોવાથી તેઓ પણ બચાવ કાર્ય સાથે ૧૦૮ને જાણ કરતા તાત્કાલીક ૧૦૮ ડે.કલેકટર તુષાર જોષી, મામલતદાર જોષી-ધોરાજી નગરપાલીકા ફાયરફાઇટટીમ વિગેરે દોડી આવતા તાત્કાલીક બચાવ કાર્ય હાથ ધરતા બન્ને યુવાનોને બહાર કાઢતા બન્ને યુવાનોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. મૃતક પરિવારના બન્ને યુવાનોના પિતા કેશુભાઇ ચૌહાણ અને રમેશભાઇ ચૌહાણ ઘટના સ્થળે આંક્રદ કરતા જણાવેલ કે મારા એકના એક પુત્રનુ મોત થયુ છે હવે હુ કોના આશરે જીવુ આ સાથે દેવીપુજક મહીલાઓને પણ રસ્તા ઉપર સાચવવી મુસ્કેલ બની ગઇ હતી. અને રોકકળ  શરૂ કરતા ઘેરો શોક છવાય ગયો હતો.

(12:43 pm IST)