Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોડીનાર જીનીંગ મીલમાં વિકરાળ આગ

કોડીનાર : સામાકાંઠા વિસ્તારમાં આવેલી હાજીઅલી મહમદ મુસા એન્ડ કાું.નામની જીનીંગ મિલમાંસુમારે અચાનક અકસ્માત આગ લાગતા અને આ આગ ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જીનીંગ મિલમાં રહેલો કરોડો રૂ.નો કપાસનો જથ્થો આગની લપેટમાં આવી જતા કપાસનો જથ્થો ખાખ થઇ ગયો હતો. જયારે આગ લાગતા જીનીંગ મીલમાં કામ કરીર હેલા મજૂરોએ ઓફીસમાં જઇ આગ લાગ્યાના સમાચાર આપતા ઓફીસના સ્ટાફ જીનીંગ મિલમાં દોડીને જતા અને તેમાંથી હનીફ સતારભાઇ સોપારીયા અને અશ્વિનભાઇ ચુડાસમા નામના બંને મહેતાજીઓ આગ ઓલવવા જતા આગની ઝપટે આવી જતા બંને મહેતાજીઓ ગંભીરરૂપે દાઝી જતા બંને ઇજાગ્રસ્તોને રાજકોટ સારવાર અર્થે રીફર કરાયા છે. કોડીનારમાં હાજી અલી મહમદ મુસા જીનીંગ મિલમાં ફાટી નિકળેલી વિનાશક આગમાં કરોડો રૂ. નુકશાનના અને જીનીંગ મિલ માલીક હાજર ન હોય તેની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ શિવાભાઇ સોલંકી અને તેમની ટીમ ચૂંટણી પ્રચારનું કાર્ય છોડી તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ બચાવ કામગીરીમાં જોડાઇ માનવ સેવાનો ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. નગરપાલિકા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસ હોવા છતાં શિવાભાઇએ તેને નજર અંદાજ કરી સંકટના સમયે તમામ જરૂરી મદદ પૂરી પાડી-દુદ પ્રમુખ પણ બચાવ કાર્યમાં જોડાતા તેમને જોઇ બીજા લોકો પણ સ્વયંભૂ બચાવ કામગીરીમાં જોડાયા હતાં.

(11:30 am IST)