Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં વિજયભાઇએ અનેક જગ્યાની મુલાકાત લીધી

જુનાગઢ : ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરતા વિજયભાઇ રૂપાણી - અંજલીબેન ત્યારબાદ શિવગૌરક્ષ આશ્રમે ભોજનકક્ષ ખુલ્લુ મુકતા શ્રી રૂપાણી સાથે પૂ. શેરનાથબાપુ, પૂ. મુકતાનંદબાપુ તેમજ ભારતી આશ્રમ ખાતે યોજાયેલ જાહેરસભામાં વિજયભાઇને સોનાથી મઢેલ તલવાર, મુગટ પહેરાવી માળા આપી સન્માન કરતા મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ સાથે પૂ. મોરારીબાપુ, સત્તાધારના પૂ. વિજયબાપુ, મહાદેવગીરીબાપુ તેમજ લાલસ્વામી આશ્રમની બાજુમાં શ્રી આપા ગીગાની જગ્યા સતાધાર શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલાના સંયુકત ઉપક્રમે ચાલતા અન્નક્ષેત્રની વિજયભાઇએ મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી રૂપાણીનું ફુલહાર અને મોમેન્ટો આપી પૂ. નરેન્દ્રબાપુ, પૂ. વિજયબાપુ, લાલસ્વામી આશ્રમના મહંત પૂ. હરીગીરીબાપુએ સન્માન કર્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:40 pm IST)
  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST