Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જુનાગગઢમાં છાત્રોએ માણી સ્ટ્રેસ મેનેજમેન્ટ શિબિર

 જુનાગઢઃ અહીયા વાડો-કાઇ કરાટે ડો એકેડમી ગુજરાત અને વૈદિક પરિવારના સહયોગથી ગુરૂકુલ જ્ઞાનબાગ ખાતે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટની બે દિવસીય શિબિર યોજાઇ હતી. જેમાં સ્વામી બ્રહ્મસ્વરૂપજી, પ્રિતમ સ્વામી વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્ર ગાંધી, પ્રભારી કિશનભાઇ, ડ્રિસ્ટીકટ ડાયરેકટર હિરેનભાઇ ખુંટી સહિતનાની ઉપસ્થિતિમાં ૭ ડીગ્રી બ્લેક બેલ્ટ શિહાન અરવિંદ રાણાએ બાળકોને ન ગમતા વિષયમાં રસ કેવી રીતે ઉત્પન્ન કરવો, વિષય અઘરો લાગવો કે સમજમાં ન આવવો અને પરીક્ષા સમયે યાદ ન રહેવા જેવી સમસ્યાઓનું સમાધાન કરી તનાવમુકત રહેવા માટેની વિધીઓનું પ્રશિક્ષણ આપ્યુ હતુ. તે તસ્વીરોમાં દર્શાય છે.

(11:21 am IST)
  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 4:11 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST