Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટંકારાના વાઘગઢની સીમમાં કુવામાં પડી જતા મૂળ દાહોદના આધેડનું મોત

પગ લપસી જતા કુવામાં પડી જતા ડૂબી જતા આધેડનું મોત

મોરબી : મૂળ દાહોદના વતની અને હાલ ટંકારાના વાઘગઢ ગામની સીમમાં રહેતા સમસુભાઈ વરસિંગભાઈ મંદોદ (ઉ.વ.૪૩) નામના આધેડ વાડીએથી ગામમાં ખરીદી કરવા ગયેલ હોય ત્યારે લઘુશંકા કરવા વાઘગઢ ગામની સીમમાં કુવા પાસે ગયેલ હોય ત્યારે પગ લપસી જતા કુવામાં પડી જતા ડૂબી જતા આધેડનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(8:10 pm IST)
  • ૨૨થી વધુ વ્હીલવાળો મહાકાય ટ્રક પુલ નીચે ખાબકયો : રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપરના બગોદરા નજીક આવેલ પુલ ઉપરથી આજે બપોરે એક મહાકાય ટ્રકના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકયો હતો : સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી : હાઈવે ઉપરના વાહન ચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ થંભાવી અને ટ્રક ચાલક પાસે પહોંચી ગયા હતા પરંતુ ટ્રકચાલકને પણ કોઈ મોટી ઈજા થઈ ન હતી, દરમિયાન આસપાસના લોકોએ માર્ગ ઉપર સેફટીના સાધનો મૂકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. access_time 4:25 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST