Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ખંભાળિયામાં ૧પ જગ્યાએ પક્ષીઓ ઘાયલઃ ભાણવડમાં સુરખાબ પંખી દોરમાં કપાયું

ખંભાળિયા તા. ૧પ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં પતંગોત્સવ ઉતરાયણના તહેવારમા પંદરેક સ્થળે પક્ષીઓ પતંગની દોરની હફેટે આવતા ઇજાગ્રસ્ત થયા હતા. જો કે કરૂણા અભિયાન અંતર્ગત જંગલખાતાના કર્મચારીઓ તથા એન.જી.ઓ. દ્વારા સુંદર કાર્ય કરીને ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર માટે વ્યવસ્થા ગોઠવી હતી તથા જિલ્લાના દરેક તાલુકામાં શરૂ કરાવેલ કંટ્રોલરૂમમાં અધિકારીઓ દ્વારા કયાંય પણ પાી ઘાયલની જાણ થયે તુરત જ રેસ્કયુની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખંભાળિયામાં ત્રણ કોયલ, ચાર કબુતર તથા એક બગલો પક્ષી ઘાયલ થયા હતા. તો ભાણવડમાં પણ પાંચેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના શ્રી અશોક ભટ્ટ તથા તેમની ટીના ભરત ઓડેદરા, પરાગભાઇ તથા શિવમ વિસાવાડીયા મદદરૂપ થયા હતા.

સુરખાબ પંખી દોરમાં કપાયું

ભાણવડમાં જામજોધપુર રોડ પર એક સુરખાબ (ફલેમીંગો) પક્ષી જે સામાન્ય રીતે શિયાળામાં આવે છે તે એક દોરની હડફેટે આવતા તે ગંભીર રીતે ઘાયલ થયુ હતુ. એનિમલ લવર્સ ગ્રુપના શ્રી અશોકભાઇ ભટ્ટ દ્વારા નીતિન નંદાણિયાની મદદથી આ પક્ષને ખંભાળિયા પહોંચાડીને તેને વધુ સારવાર માટે જામનગર બર્ડસ હોસ્પિટલમાં પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

જંગલખાતાના અધિકારીઓશ્રીઓ પ્રભાતભાઇ કરમૂર દ્વારા ખંભાળિયાથી સાત પંખીઓને સારવાર માટે જામનગર ખસેડવા વ્યવસ્થા કરાઇ હતી.

(1:11 pm IST)