Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દેવગઢ બારીયામાંથી જુનાગઢ. સાધુ સંતોને ગાંજો વેંચવા આવેલ રવિ ભટ્ટ ઝડપાઇ ગયો

જુનાગઢ, તા. ૧પ : એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યા મજેવડી ગેઇટ, રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર વોચમાં રહી હકિકત આધારે આરોપી ચંદ્રકાંત ઉર્ફે રવિ સુરેશભાઇ ભટ્ટ, બ્રાહ્મણ, ઉ.વ.- ૩૧, રહે. રાંદલકૃપા, સર્વોદય સોસાયટી, જોષીપરા, જૂનાગઢ વાળાપાસેથી થેલો મળી આવેલ જે ચેક કરતા માદક પદાર્થ ગાંજો હોવાનું જણાતા તુરત એફ.એસ.એલ. અધિકારીશ્રીને બોલાવી મળી આવેલ પદાર્થનું પરીક્ષણ કરી સદર મળી આવેલ પદાર્થ ગાંજો હોવાનું જણાય આવેલ, જેથી મજકુર ઇસમને સદર ગાંજાના જથ્થો કયાંથી લાવેલ તે બાબતે પુછતા દેવગઢ બારીયા ખાતેથી લાવેલ અને અહીયા કોને આપવા બાબતે પુછતા છુટક છુટક સાધુ સંતોને વેચવા લાવેલાનું જણાવેલ. મજકુર ઇસમની પાસેથી મળેલ થેલામાંનો માદક પદાર્થ ગાંજો કુલ ૫.૦૬૨ કિ.ગ્રા કિ. રૂ. ૫૦૬૨૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/- તથા રોકડ રૂ.૧૩૦/- તથા અન્ય મળી આવેલ ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂ.૫૪,૭૫૦/-નો મુદામાલ કબજે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરી તેમના વિરૂધ્ધ જુનાગઢ બી ડિવી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એકટ કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો રજી. કરાવી અને આગળની કાર્યવાહી માટે જુનાગઢ બી ડિવી. પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. 

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એન.બી.બારોટ તથા એસ.ઓ.જી.ના પો.હેડ કોન્સ. પુંજાભાઇ ભારાઇ, મહેન્દ્રભાઇ કુવાડીયા તથા સામતભાઇ બારીયા, હરીશભાઇ પીઠીયા, રાજેશભાઇ ઉપાધ્યાય, કિશોરભાઇ નિમાવત પો.કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા અનિરૂધ્ધ ચાંપરાજભાઇ, મજીદખાન પઠાણ, રવિકુમાર ખેર, રવિરાજભાઇ વાળા તથા ડ્રા. પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ નાઓ હતા.

(1:09 pm IST)