Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ટંકારા પોલીસે ગણત્રીના કલાકોમાં જ ગૂમ થયેલ દોઢ વર્ષના બાળકને શોધી કાઢયો

૪થી ૫ અજાણી મહિલા બાળકને ઉઠાવી ગયાના સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયા બાદ પોલીસે સતર્કતા દાખવી બાળકને શોધી કાઢી શ્રમીક પરિવારને સોંપ્યો

તસ્વીરમાં બાળા સાથે તેના પિતા અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : હર્ષદરાય કંસારા, ટંકારા)

ટંકારા તા. ૧૫ : ટંકારા પોલીસે ગૂમ થયેલ દોઢ વર્ષ ઁના માસુમ બાળકને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢી માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના થાણા અધિકારી એલ.બી.બગડાને લજાઈ ગામે અજાણી ચાર થી પાંચ મહીલા બાળકીને ઉપાડી ગયાના સોશ્યલ મિડીયા દ્વારા જાણ થતાં જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કોઈ ફોન કે ફરીયાદની રાહ જોયા વગર પંતગ ઉત્સવ પડતો મુકી બિટ જમાદાર પ્રફુલ્લભાઈ પરમાર, ભાવેશ વરમોરા, બિપીન પેટેલ, ઘટના સ્થળે પહોંચ્યા હતા જયા તપાસ કરતા લજાઈ ગામના છેવાડાના વિસ્તારમાં શ્રમજીવી પરિવાર કાલિચરણ ઓમપ્રકાશ નીસાદ રહે. છે જેનુ દોઢ વર્ષઘનુ બાળક ગત તારીખ ૧૪ /૧/૨૦ ના સાંજે ઘરની બહાર રમતા રમતા નિકળી ગયુ હોય એજ ટાકણે ખેતીની મજુરી કરવા આવેલા કમલીબેન લજાઈ ખરીદી અર્થે ગામે આવ્યા હતા ને ખેતરે જતા હતા ત્યારે માસુમના રોવાનો અવાજ સાંભળીને બાળકને તેડી વાલી વારસાની ઓળખ મેળવવા મથામણ કરી હતી પરંતુ કોઈ વાલી ન મળતાં ઢળતી સાંજેઙ્ગ ગામ ની નજીક વાડીએ બાળકનેઙ્ગ લઈ ગયા હતા અને માતા પિતાને ગોતવા કમલીબેને તેના પતીને વાડી માલિકને જાણ કરી હતી.

બીજી તરફ આ ઘટના બાદ દોઢ વર્ષનો માસુમ બાળક ઘરે ન મળતાં માતા પિતા દોડધામ કરી ગામમા પુછપરછ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં ગામના યુવાનો એ સોશ્યલ મિડીયા મા બાળકી ને અજાણ્યા ચાર થી પાંચ મહીલા લઈ ગયા છે તેવી ટુંક વિગત સાથે ફોટો શેર કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગણતરીની મિનિટોમાં ગુમ માસુમ બાળક ને ગોતી માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. ટંકારા પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી.

(12:15 pm IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST