Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધોરાજી ખાતે બંદાનવાજ ગ્રુપ દ્વારા સમૂહશાદી યોજાઇ

૨૨ દુલ્હા તથા ૨૨ દુલ્હનોએ નિકાહ પઢી

ધોરાજી,તા.૧૫:  ધોરાજી બંદા નવાઝ ગ્રુપના અનવરભાઈ ભોપાલીયા અને પરિવાર તેમજ મિત્ર મંડળ દ્વારાસામાજીક સેવાના સોહાર્દ અર્થે સમસ્ત મુસ્લિમ સમાજના ૨૨ જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ યોજવામાં આવ્યા હતા.

ગત રવિવારે બહારપુરા વિસ્તારમાં ગુલઝાર પાર્ક પાસે સમૂહ શાદી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલ ભાઈ ગરાણા , એડવોકેટ અમીનભાઇ નવીવાલા, મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોજભાઈ લક્કડકુટા,રઝાકભાઇ દ્યોડી, ઇમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા,મજીદમીયા સૈયદ, હિન્દૂ સમાજના અગ્રણી મનોજભાઈ રાઠોડ, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં  સમૂહ લગ્નમાં હાફીઝ શબ્બીર અને સૈયદ મહેમુદ મિયા મહંમદ હુસેન મિયાં દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. સમૂહ શાદી નાઙ્ગ આયોજકો દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં દ્યરવખરીની તમામ ચીજો આપવામાં આવી હતી.

આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલ ભાઈએ જણાવ્યું હતું કે સમૂહ શાદીના આયોજનથી સમાજમાં એકતા અને સમરસતા વધશે તેમજ કુરિવાજો દ્યટશે. તેમજ લગ્ન પ્રસંગે થતો વધારાનો ખર્ચ પણ દ્યટાડી શકાય આમાં અનેકવિધ હેતુથી સમૂહ શાદીનું આયોજન થયેલ છે તે અભિનંદનને પાત્ર છે.

સમૂહ શાદી કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા અગ્રણી અબ્દુલભાઇ નાલબંધ, સલીમભાઈ, યુસુફભાઈ, મોકિમભાઈ, શકીલભાઈ,યાસીનભાઇ, સહિતે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન સલીમભાઈ પાનવાલા એ કર્યું હતું.

સમૂહ શાદી ના આયોજક અનવર ભાઇ, ભોપાલીયા ગરાના સમાજ અગ્રણી મકબૂલ ભાઈ ગરાનાં અને અબ્દુલ નાલબંધ દ્વારા દ્વારા ધારાસભ્યનું અને ઉપસ્થિત મહેમાનો નું સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવેલ હતું.

આ સમૂહ શાદી ને સફળ બનાવવા માટે અનવર ભાઈ ભોપાલિયા, સલીમભાઈ ભોંપાલિયા નુર મોહમદ,ભોપાલીયા ઈકબાલ ગડુ વાળા, યુસુફભાઈ જામનગર વાળા,મોકીમ ભાઈ ઇમરાન ભાઇ ફેસ્લ ભાઈ, સકિલભાઈ એહમદ ભાઈ સોહિલ ભાઇ અને મકબૂલ ભાઈ ગરાણા, અબ્દુલ ભાઈ નાલબાંધ ઇમરાન નાલ બંધ યાસીન ભાઈ તથા સિકંદર ભાઈ વગેરે એ જહેમત ઉઠાવેલ હતી આ તકે ધોરાજી પાલિકાના ઉપ પ્રમુખ મકબૂલ ભાઈ ગ રાણા એ જણાવેલ હતું કે અનવર ભાઈ ભોપાલીયાઙ્ગ એ સમૂહ શાદી કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે સમૂહ શાદીના આયોજનથી કુરિવાજો નાબૂદ થશે અને અનવર ભાઈ ભોપાલીયા નું આ પગલું બિરદાવવા લાયક છે આવા આયોજન થવા જોઈએ. બાસિત ભાઈ પાનવાળા લદ્યુમતી ભાજપ ના પ્રમુખ બોદું ભાઈ ચોહાણ  ઉપસ્થિત રહેલ હતા અને કાર્યક્રમ નું સંચાલન સલીમ ભાઇ પાનવાળા જીઈબી એ કરેલ હતું.

(12:04 pm IST)
  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST