Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દરિયાઇ સર્વેક્ષણ માટેના જહાજ ઇન્ડિયન નેવલ શીપ આઇ.એન.એસ.દર્શક ઉપર વિતાવેલ સમયનો અદભૂત અનુભવ

આમતો ભારતીય નૌસેના દેશના દરિથીઈ સંરક્ષણનાં મહત્વનાં કાર્ય સાથે જોડાયેલ રહેતી હોય છે. પરંતુ શાંતિના સમયમાં આ નોસેનાનાં જહાજો તથા કમાંડરો દેશ માટે દરિયામાં સામને કામગીરી કરી નકશાઓ તથા વૈજ્ઞાનિક માહિતી એકત્ર કરી ડેટા તૈયાર કરતા હોય છે. આ માહિતીને આધારે દેશ તથા વિદેશી જહાજો માટે વહાણ વટાનાં દરિયાઈ માર્ગોના નકશા જે વેપાર ઉદ્યોગ માટે ખુબજ જરૂરી છે, તેનું પ્રકાશન કરી એક અગત્યની સેવા પુરી પાડે છે. આ નકશાઓ એડમીરાલીટી ચાર્ટ તરીકે સમયે સમયે થતા ફેરફાર સાથે પ્રકાશિત થતા રહૈ છે. જે આતરાષ્ટ્રીય પરિવાહન સાથે જહાજો માટે ખુબજ અગત્યના જ નહી પરંતુ અનિવાર્ય છે.

કારણકે આ ચાર્ટમાં જહાજના કપ્તાન પોતાનાં સ્થળના અક્ષાંશ રેખાંશને આદ્યારે દરિયાની ઉંડાઇ તળિયાની સ્થિતિ નજીકના કિનારાના લાઈટ હાઉસની માહીતી હવાનાં દબાણના પટ્ટાની માહીતી તે આદ્યારે હવામાનની માહિતીથી વાકેફ રહેતા હોય છે.તળિયાં તથા સપાટીનાં ઉષ્ણતામાન વચ્ચેના તફાવતને કારણે ઉદભવતા વર્ટીકલ તેમજ હોરીઝેંટલ ગરમ તથા ઠંડા દરિયાઈ પ્રવાહોથી માહિતગાર રહે છે. જે તેમના જહાજના સેઈફ સંચાલન માટે તથા અવન જાવન માટે મદદ્ રૂપ બને છે. આ ઉપરાંત ઓસીએનો ગ્રાફીના અભ્યાસને લગતી કેટલીક જરૂરી માહિતી એકત્ર કરવામા આવે છે. જેમકે દરિયા કિનારાની ઊંડાઈ પ્રથમ ૨૦૦ મીટર સુધી ધીમે ધીમે વધે છે.

આ દરિયાઈ વિસ્તારને ખંડીય છાજલી કહેવામાં આવે છે. ત્યારબાદ ઊંડાઈ એક સાથે વધતા ૨૦૦૦મીટર પહોચે છે. અને ઢાળ જેવી રચના કરે છે.જેને કોન્ટીનેન્ટલ સ્લોપ કહેવામાં આવે છે અને ત્યાથી ઊંડો દરિયો શરૂ થાય છે. કિનારાથી ૨૦૦મીટર સુધીના વિસ્તારને કોન્ટીનેત્ટલ સેલ્ફ તરીકે ઓળખાય છે. અને સૂર્યનાં કિરણો આ વિસ્તારનાં પાણીમાં તળિયા સુધી પહોચે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શકય બને છે. અને તેથી સજીવની ઉત્પતિ વૃધ્ધિ વિકાશ આ વિસ્તાર પુરતા મર્યાદીત રહે છે અને દરિયામાં સૌથી પ્રાથમિક એક કોશીય જીવ પ્લાન્ટોન ફકત આ વિસ્તાર માંજ મળી શકે છે. પછી ઊંડા દરિયામાં નેકટોન અને બેંયોસ મર્યાદીત પ્રમાણમાં જોવા મળે છે.ઇકોનીનેન્ટલ શેલ્ફ ઉપર મળતા પ્લાન્ટોન ફાઈ પ્લાંટોન તથા ઝુ પ્લાન્ટોન તરીફે ઓળખાય છે. જે અનુક્રમે વનસ્પતિ જન્ય તથા પ્રાણી જન્ય ગુણો ધરાવતા હોય છે. ફાઈટો પ્લાન્કટોન સુર્ય પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક પોતે બનાવે  છે. આ ફાઈટોપ્લાન્ટોન ઝુપ્લાન્કટોન તથા અન્ય દરિયાઈ જીવોનો ખોરાક છે. અને ઝુંપ્લાન્કટોન અન્ય માઇલીઓ તથા સમુદ્ર જીવોનો ખોરાક છે. અઃ જીવો મૃત્યુઃ પામી દરિયાનાં તળિચામાં સડી જઈ નાસ પામે છે. અને અવસેશો રસાયણિક ક્રિયા દ્વારા ફરી ફાઈટો પ્લાન્કટોન જન્મે છે. આ રીતે દરિયાઈ જીવોની ફુડ ચેઈન બને છે.

ે આ રીતે દરિયાઈ પ્લાન્ટોન નો અભ્યાસ અનિર્વાર્ય છે. તમામ અભ્યાસના સંકલન માટે જરૂરી ડેટા એકત્ર કરવા ભારતથીય નૌસેનાનું સર્વેક્ષણ જહાજ  આઇ.એન.એસ. કેટલાક સમય માંટે જોડાયેલ અને આ જહાજ અન્ય યુઘ્ધ જહાજો ના બેટલસીપ ગ્રે કલરથી અલગ પડી જાય છે. ઈસ. ૧૯૭૩ - ૭૪ ની સાલમાં આ જહાજ ઓખા મુલાકાતે આવેલ, ત્યારે હું ઓખા ખાતે મરીન બાયોલોજીકલ સંસોધન કેન્દ્ર માં સીનીયર રીસર્ચ આસી. તરીકે ફરજ બજાવતો હતો. આ જહાજના કેપ્ટન ચોપરાએ સ્થાનિક નેવીના કમાન્ડર મારફત અમારી સંસ્થાના વડાનો સંપર્ક સાધ્યો અને જહાજની મુલાકાત માટે આમંત્રણ આપ્યુ. કોસ્ટ ઉપર કરવામાં આવી રહેલ દરિયાઈ સર્વેત્રી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા. તેઓના સાથે જહાજ પર વૈજ્ઞાનીક ટીમ હતી જેમાં ભારત સરકારના હવામાન ખાતાના વૈજ્ઞાનિક, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એસીઓન ગ્રાફીના વૈજ્ઞાનિક ઓએનજીસીના પ્રતિધિની, જીયો લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઝુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, સીએમએફઆરઆઇના નિષ્ણાંતો પોતાના ક્ષેત્રને લગતા ડેટા કલેકશન જહાજ પર રહી સંશોધન કામગીરી કરતા હતા આમારા  ફીશરીઝ મૌજણી સંશોધનની કામકીરીથી વાકેફ થતા જહાજ કેપ્ટને અમારા કેટલાક પ્રતિનિધિઓને ઉંડા દરિયામાં માછલીની મૌજણીના કાર્ય માટે મોકલવા  પ્રસતાવ મુકયો અને અમારા ખાતા એ માન્યતા આપતા બે ટીમો સાદ્યન  સામગ્રી સાથે જહાજની મૌજણી સફરમાં સામેલ કરવામાં આવી. મારી સાથની ટીમમાં ટીમલીડર શ શ્રી. ગોપાલ કૃષ્ણન, શ્રી એમ,આઈ. પટેલ તથા એસ.એમ.માંકડ વગેરે સામેલ  હતા. મંબઇથી જહાજ ઉપર સામેલ થયા અને કચ્છના અખાતની પશ્ચિમ લગભગ ૧૯૦૦ મીટર ઉંડાઇએ જહાજે લંગર નાખ્યુ પહેલા સ્ટેશન ઉપર દરેક વિભાગના પ્રતિનિધિઓએ પોતપોતાને લગતા સેમ્પલ લેવાનું શરૂ કર્યુ સાથોસા સાથ નેવી દ્રારા પણ પોતાનાં જરૂરી સેમ્પલો લીધા એક કલાકનાં કેટા કલેકશન પછી જહાજ ચાલુ થઈ બીજા સ્ટેશને એક કલાકે પહોચ્યુ અને આ રીતે દરેક સ્ટશનો ઉપરડેટા કલેકશનની કર્ટવાહી કરવામાં આવતી અને ડેટા પ્રોસેસીગ તથા પ્રયોગો જહાજ ઉપર લેબોરેટરીમાંં થતા, હવામાન ખાતુ બલુન મોકલી જીખોલોજી તથા ઓ.એન.જી.સી. ગ્રેબ દ્રારા તળિયાના કાદવ રેતીના નમુના એકત્ર કરતા ઓસીએનો ગ્રાફીના વૈજ્ઞાનિકો નાન્સન પીર્ટસન રીર્વસીબલ બાઙ્ખટલ દ્રારા તળિયાના પાણીના નમુના લઈ તળિયાનું ઉપ્તામાન માપવામાં આવતુ અને વર્ટીકલ કાનીકલ ટાઈપ પ્લાન્ટોન નેટ મારફત કોલ્યુમનલ પ્લાન્કટોન વિગેરે ડેટા કલેકટ થતો.

અમારો વારો આવ્યો ત્યારે જહા્રુ ઉપરથી એક કલાક માંટે ટ્રોલનેટ શુટ કરી માછલીના નમુના પ્રાત કર્યા. આ સર્વેની કામગીરી કચ્છના અખાત સામેથી શરૂ થઈ. ઓમનના અખાત સુધી ચાલુ રહી આ દરમ્યાન સ્વયપ્રકાશિત પ્લાન્કટોનનું ઝુક દરિયામાં લાંબો ચળકતો પટો રચતો હતો અને રાત્રે જહાજની લાઈટના પ્રકાશમાં એકત્રીત થતા જુદા જુદા દરિયાઈ જીવનો નજારો તથા દરિયાઈ જીવોના અવાજો સાંભળવાની જે અલભ્ય તક મળી જે ખરેખર અવર્ણનીય હતી. સમગ્ર રીતે આ નેવીના કંટ્રોલ નીચે શિસ્તબંધ રીતે કામગીરીમાં સામેલ થવાની તક જીવનો સામાન્ય રીતે ન મળી શકે તેવો લહાવો હતો.(૪૫.૧૨)

સંકલન : વિ.જે.ઠાકર

નિવૃત નાયબ મત્સ્યોદ્યોગ નિયામક ૧૭, નટવરપાર્ક, સામાકાંઠા, મોરબી મો.૯૪૨૮૨ ૮૧૪૧૭

(12:01 pm IST)