Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જામનગરની ર વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય સ્પર્ધામાં સિધ્ધીઃ પ મિનીટમાં અઘરા પ્રશ્નો ઉકેલી દીધા

એશ્યોર એકેડમીનો ૧પ વર્ષનો રેકોર્ડ યથાવતઃ નેશનલ લેવલે સો ટકા પરિણામ

 જામનગર તા. ૧પ :.. અલોહા જોલી બંગલો સેન્ટરમાં બ્રેઇન ડેવલપમેન્ટની ટ્રેનીંગ મેળવી રહેલ વિદ્યાર્થીનીઓએ ચેન્નાઇ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં સમગ્ર દેશના ૧૩૦૦ થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જામનગરની બે વિદ્યાર્થીનીઓ ધૃવિ વસોયા અને વેદાંગી ગોરસીયા પણ આ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી હતી. બન્નેએ ફકત પ મીનીટના સમયમાં ૭૦ થી વધુ અઘરા ઇકવેશન્સ સોલ્વ કર્યા હતાં.

જોલી બંગલો સેન્ટરમાંથી ધૃવિ વસોયા અને વેદાંગી ગોરસીયા બન્નેએ અનુક્રમે વિનર અને ફસ્ટ રનર્સ અપના એવોર્ડ જીત્યા હતાં. બન્ને વિદ્યાર્થીનીઓ આ સ્પર્ધા માટે સતત ર મહિનાથી અથાગ મહેનત કરી રહી હતી જેમાં તે સેન્ટર પર દરરોજ ર કલાક અને ઘરે ૧ કલાક પ્રેકટીસ કરી પોતાની સચોટતા તથા સ્પીડને ખુબ જ વધારી દીધી હતી. બન્ને જામનગર સેન્ટર પર ફકત ૪ મીનીટના સમયમાં ૭૦ લક્ષ્યાંક સરળતાથી પહોંચી શકતા હતાં.

રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ જીતી પોતાની એકેડેમી જોલી બંગલો ખાતે અલોહા એશ્યોર એકેડેમીનો ૧પ વર્ષનો સતત ૧૦૦ ટકા નેશનલ એવોર્ડ જીતવાનો રેકોર્ડ યથાવત રાખેલ છે. આ શ્રેષ્ઠ પરિણામ બદલ સેન્ટર દ્વારા બન્ને વિદ્યાર્થીનીઓ માટે ખાસ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ધૃવિ અને વેદાંગી માટે શાળા, સમાજ તથા સમગ્ર પરિવાર દ્વારા તેમના સારા પરિણામ માટે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. જામનગર માટે પણ આ એક ગૌરવની વાત કહી શકાય કે જામનગરની બાળાઓએ રાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ. એકેડમીના ડીરેકટર શ્રી ઉદય કટારમલનુ માનવાનું છે કે આગામી સમયમાં બન્ને ખુબ જ ઝળહળતી કારકીર્દી મેળવશે.

આગામી સમયમાં ઇન્ટરનેશનલ લેવલ કોમ્પીટીશનનું આયોજન થનાર છે. અત્યાર સુધી જામનગર ખાતે ફકત એશ્યોર એકેડમીના  વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટાઇટલ મેળવેલ છે અને આવનાર ઇન્ટરનેશનલ સ્પર્ધા માટે ખાસ એલીજીબીલીટી ટેસ્ટનું આયોજન કરાય  છે.

(11:59 am IST)