Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં પતંગ ઉડાડવાની મોજ માણતા પતંગ રસિકો

સવારથી રાત સુધી ગીત-સંગીતના સથવારે મકર સંક્રાંતિ પર્વની ઉજવણીઃ દાન-પુણ્ય કરીને પુણ્યનું ભાથુ બાંધતા લોકો

ગોંડલ : શહેરનાં વછેરાના વાડામાં તથા જુદી જુદી અગાસીઓ ઉપર પતંગ ઉડાડવાની મજા લોકોએ માણી હતી તથા દાન - પુણ્યનો મહિમા હોવાથી ચીકી - મમરાના લાડુની ખરીદી પણ કરી હતી. (તસ્વીર :- ભાવેશ ભોજાણી -ગોંડલ) (પ-પ)

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે મકરસંક્રાંતિ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સૌ કોઇએ આખો દિવસ આકાશમાં પતંગ ઉડાડવાની મોજ માણી હતી.

વહેલી સવારથી સૌ કોઇ પતંગ, દોરા, ફીરકી સાથે પોત-પોતાની તથા સગા સંબંધીઓના ઘરે અગાસીઓ ઉપર જતા રહ્યા હતા અને મોડી સાંજ સુધી પતંગ ઉડાડવાની મજા સાથે ચીકી, મમરાના લાડુ, શેરડી ખાવાની મજા માણી હતી.

ગીત-સંગીતના સથવારે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી રાત્રી સુધી પતંગ ઉડાડવાની સૌ કોઇએ મજા માણી હતી.

મકર સંક્રાંતિએ દાન-પુણ્યનો પણ મહિમા હોવાથી સૌ કોઇએ ગૌમાતા, ધાર્મિક સ્થળો તથા ગરીબ લોકોને કપડા, ભોજન, અને રોકડનું દાન કર્યુ હતું.

(11:53 am IST)