Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધારીમાં જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં હનુમાનજી મંદિરના જીર્ણોધ્ધાર કાર્યનો પ્રારંભ : મુર્તિપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન

ધારી તા.૧૫ : સૌરાષ્ટ્ર અમરેલી જીલ્લાના ધારી મુકામે ૧૨૫ વર્ષો પુરાણુ સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં પવનપુત્ર હનુમાનજી મહારાજના મંદિરના જીર્ણોધ્ધાર નવનિર્માણ કાર્યનો પ્રારંભ કરેલ છે. શહેરના કોલાહલ, પ્રદૂષણ, ઘોંઘાટથી મુકત, શેત્રુંજી નદીના કાંઠે નૈસર્ગિક કુદરતી સૌદર્યથી પરિપુર્ણ રમણીય, પર્યાવરણના બેનમુન પ્રાકૃતિક સ્થળ જીવનમુકતેશ્વર મહાદેવના  વિશાળ પટાંગણમાં આયોજીત આ જીર્ણોધ્ધારના પાવનકાર્યમાં હનુમાનજીની સુંદર વિશાળ દિવ્ય અને મનોહર પ્રતિમાનું સંતો મહંતો સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિથી હનુમંત યજ્ઞ કરીને પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્થાપન કરાશે. આ પાવન આયોજનમાં દાન ભેટ ફાળો સ્વીકારાય છે.ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલી ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજે આ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અનેક વખત ધૂન ભજન સંકીર્તનનો પાવન સત્સંગ કરેલ છે. સર્વે દાતાઓ, શ્રેષ્ઠીઓ, ભાવિકો, ભકતોને હનુમાનજી મંદિરના જીર્ણોધ્ધાર કાર્યમાં સહયોગ આપવા જીર્ણોધ્ધાર સમિતિએ અનુરોધ કરેલ છે. વધુ વિગત માટે મો. ૯૮૯૮૩ ૧૮૨૮૬ અને ૯૫૩૭૩ ૪૬૫૮૨ ઉપર સંપર્ક કરવા જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમ પરિવાર વતી ડો.કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)