Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જામનગર ખાતે એકતાબેન સોઢા દ્વારા બહેનો માટે હુન્નર શીખવવા અંગેનો સેમીનાર

રાજકોટ તા. ૧૩: તા. ૧૦ જાન્યુઆરીના રોજ એકતાબેન સોઢા અને નિરવભાઇ દ્વારા જામનગર ખાતે દાર્જીલીંગ હોલમાં બહેનોના હુન્નર શીખવવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટના આર્ટિસ્ટ અને  બ્યુટી સલોનના ઓનર શિતલ ગોંડલીયાને આમંત્રીત કરવામાં આવેલ તેઓ ખુબજ મેકઅપ હેરસ્ટાઇલીસ્ટ છે તેમને બહેનોને મેકઅપ વિષે અને હેરસ્ટાઇલની અવનવી ટેકનીકો બતાવી જેમાં બ્રાઇડલ લુક રીસેપ્શન લુક, એગ્રેમેન્ટ લુક અને કોમ્પીટીશન હેરસ્ટાઇલ બનાવી બધાને ખુબજ પ્રભાવિત કરેલ જેના પ્રતિભાવ રૂપે શિતલ ગોંડલીયાને યોજાતા સેમીનારમાં જામનગર આવી નવી નવી ટેકનીકો શીખવી બહેનોના હુન્નરમાં વધારો કરવા આમંત્રીત કર્યા છે.

(3:54 pm IST)