Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પાટડીના પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૂ ૯૬ બોટલ-બીયર ટીન-ર૪ ઝડપાયા

વઢવાણ, તા. ૧૩ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ડી.એમ. ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરે સુચના આપેલ જે અન્વયે ડી.એમ.ઢોલ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી મેળવેલ કે, પીપળી ગામની સીમ, દેગામ ગામ તરફ જવાના રસ્તે સુરીયા તલાવડીથી આગળ સુરીયાવાડી તરીકે ખેતરમાં વાવેલ એંરડામાં સલમાનદાન અમીરખાન મલેક રહે. પીપળી તા.પાટડી વાળાએ ખેતરમાં ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એરંડામાં સંતાડી રાખેલ છે.  તે જગ્યાએ પ્રોહી રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએ એરંડાના વાવેતરમા થોડે થોડે અંતરે ગે.કા. પાસ પરમીટ વગર પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૯૬ કિ.રૂા.ર૮,૮૦૦ ત્થા હેવર્ડ પ૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પ૦૦ મીલીના ટીન નંગ-ર૪ કિ.રૂા.ર૪૦૦ મળી કુલ રૂા.૩૧,૮૦૦/નો મુદામાલ મળી આવેલ અને આરોપી (૧) સલમાનખાન અમીરખાન મલેક રહે. પીપળી હાજર નહિ મળતા આરોપી વિરૂદ્ધ પ્રોહી ધારા મુજબ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલના સુપરવિઝન હેઠળ એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ચુડાસમા તથા વાજસુરભા લાભુભા ગઢવી તથા નારણભાઇ દેવજીભાઇ તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ, અમરકુમાર કનુભા, રૂતુરાજસિંહ નારસંગભા, ચમનલાલ જશરાજભાઇ, પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, સંજયભાઇ પ્રવિણભાઇ, સંજયસિંહ ઘનશ્યામસિંહ, દીલીપભાઇ ભુપતભાઇ, અનિરૂદ્ધસિંહ અભેસંગભાઇ, કુલદીપસિંહ હરપાલસિંહ, કલ્પેશભાઇ જેરામભાઇ, ગોવિંદભાઇ આલાભાઇ, અશ્વિનભાઇ ઠારણભાઇ બજાવી હતી

(1:04 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST