Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સિકકામાં હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો

જામનગર તા. ૧૩ : જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા અંગેની પ્રવૃતિ નાબુદ કરવા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંધલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા તથા સર્કલ પો.ઇન્સ. આર.બી.પ્રજાપિતના માર્ગદર્શન મુજબ સીકકા શ્રી કે.આર. સિસોદીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ાથેના પો.કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ તથા જયદેવસિંહ ભરતસિંહને મળેલ હક્કિતના આધારે વસઇ ગામથી સરમત ગામ તરફ જતા રસ્તે વૃદ્ધાશ્રમ પાસે આરોપી મહેશ લાલુભાઇ બનીયાભાઇ તોમર આદિવાસી (ઉ.રપ ધંધો-ખેતી રહે.-ઉમરવડા તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાના કબ્જામાંથી ગે.કા.પાસ પરમીટ વગરનું એક હાથ બનાવટની પીસ્તોલ કિ.રૂા.પ૦૦૦/- તથા તરણ જીવતા કાર્ટીંસ કિ. રૂા.૩૦૦/- મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી પો.સ.ઇ.શ્રી કે.આર. સિસોદીયા તથા પો.હેડ.કોન્સ પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા જયેશકુમાર ઓધવજીભાઇ ભીમાણી તથા પો.કન્સ. યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ તથા જયદેવસિંહ ભરતસિંહ જાડેજા તથા હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા તથા અનોપસિંહ કિરીટસિંહ જાડેજાએ કરેલ છે.

(12:55 pm IST)