Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગ્રામ્ય પંથકની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા હત્યારાને ફાંસી આપો : જંગી કેન્ડલ માર્ચ

વિવિધ માંગણીઓને લઇને મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ ટાઉન પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ,તા.૧૩: અરવલ્લીના મોડાસાના સાયરા ગામની યુવતી સાથે દૂષ્કર્મ અને હત્યાના મામલે રાજયભરમાં લોકો દેખાવો કરી રહ્યા છે ત્યારે મોડાસાના સાયરા ગામની યુવતીના દૂષ્કર્મ અને હત્યાના આરોપીઓને ફાંસીની સજા માંગ સાથે વિરમગામ ખાતે વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકના સર્વ સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી મુખ્યમંત્રીને અનુલક્ષીને પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વિરમગામ શહેરના ભરવાડી દરવાજા થી ગોલવાડી દરવાજા અને ટાવર સુઘી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ઘાંજલિ અર્પી, વિવિઘ બેનરો અને ફાંસીની સજા માંગ સાથે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકોએ રેલી જોડાયા હતા. યુવતીના દૂષ્કર્મ-હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગ, યુવતીના પરીવારજનો ને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની સહાય સહિતની વિવિઘ માંગણીઓને લઇને મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ ટાઉન પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

(4:26 pm IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST