Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોડીરાત્રે જામનગર એસટી ડેપો પાસે યુવકની કરપીણ હત્યા :એસ,પી,સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો

રાજવીર કૉમ્લેક્સમાં ઓરેંજ ઇન્ટરનેશનલ કુરિયર અને કાર્ગોની દુકાનમાં કાઉન્ટર પર જ હત્યા

જામનગરમાં આજે મોડીરાત્રે એસટી ડેપો પાસે આવેલા એક કૉમ્લેક્સમાં એક યુવકની હત્યા થતા સનસનાટી મચી જવા પામી છે પ્રાથમિક અહેવાલ મુજબ પૈસાની લેતી દેતી બાબતે હત્યા થયાનું મનાય છે

 અંગેની વિગત મુજબ એસટી ડેપો પાસે આવેલા રાજવીર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો નામની દુકાનમાં ડેનિશ નામના 41 વર્ષના યુવાનની કરપીણ હત્યા કરાઈ છે હત્યાની ઘટના બાદ મારનારે 108ને કરી જાણકરતા ઘટના સ્થળે દોડી આવી છે સાથે જ હત્યાની જાણ થતા એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળેપહોંચ્યો છે (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:12 pm IST)