Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામનગરના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા ઈન્સ્પેકટર ૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

 જામનગર, તા. ૧૫ :. અહીંના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં મહિલા ઈન્સ્પેકટર રૂ. પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

આ અંગેની વિગતો મુજબ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા ઇન્સ્પેકટર પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે મહિલા અધિકારીએ મેડિકલ સ્ટોરના ઇન્સ્પેકશન માટે કોઈપણ વાંધા ન કાઢવા માટે લાંચ માગી હતી આ લાંચ ૫૦૦૦ આપવા માટે એસીબી દ્વારા ખાસ છટકું ગોઠવવામાં આવ્યું હતું આજે બપોરે જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેકસ આસપાસ આ મહિલા લાંચની રકમ સ્વીકારવા આવતા જ એસીબીના અધિકારીઓએ પ્રગટ થઈ રંગે હાથે ઝડપી લીધા હતા કલાસ ટુ અધિકારી કિરણ સૌવજાણીને ઝડપી પડતા ફફડાટ વ્યાપેલ છે.

(3:48 pm IST)