Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વાંકાનેરના રાજાવડલામાં કેનાલમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

જાવીદ, વિજય, હસમુખ, અબ્દુલ, ભરત અને બેચરની ધરપકડઃ પાંચની શોધખોળ

વાંકાનેરઃ નવા રાજાવડલા ગામની કેનાલમાં જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પીઆઈ એમ.વી. ઝાલાની સૂચના મુજબ પીએસઆઈ આર.પી. જાડેજા તથા ડી. સ્ટાફના વી.બી. ઝાલાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ સાથે જુગાર અંગેની રેડ કરતા રૂ. ૨૦,૨૦૦ સાથે આરોપીઓ જાવીદભાઈ રસુલભાઈ વડાવીયા (ઉ.વ. ૨૬, રહે. જૂના રાજાવડલા), વિજયભાઈ ગીરધરભાઈ સારલા (ઉ.વ. ૨૫, રહે. નવા રાજાવડલા), હસમુખભાઈ પરષોતમભાઈ કોળી (ઉ.વ. ૩૫, રહે. નવા રાજાવડલા), અબ્દુલ હુશેન શેરસીયા (ઉ.વ. ૪૩, રહે. જૂના રાજાવડલા), ભરત માનસીંગ સતરોટીયા (ઉ.વ. ૪૦, રહે. નવા રાજાવડલા), બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા કોળી (ઉ.વ. ૪૨, રહે. નવા રાજાવડલા)ની ધરપકડ કરેલ. જ્યારે પાંચેક આરોપીઓ ભાગી છૂટયા હતા જેની તપાસ પીએસઆઈ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે. (તસ્વીરઃ મહંમદ રાઠોડ-વાંકાનેર)

(12:06 pm IST)